Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૧ ગરબીની ૧પ૦૦ બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન

પ્રથમ નોરતે રવિવારે સાંગણવા ચોક લોહાણા મહાજનવાડીમાં વ્યવસ્થા

રાજકોટ, તા. ર૭ : પૂ. સદ્ગુરૂ પૂ. રણછોડદાસજી મહારાજના પગલે ચાલી ગુજરાત બહાર જઇ ગરીબી રેખા નીચે જીવતા લોકોને શોધી શોધીને આંખના વિનામૂલ્યે ઓપરેશન નેત્રમણી સહિતની સુવિધાઓ આપતા શ્રી સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટ-રાજકોટ દ્વારા નવરાત્રી અંતર્ગત પ્રાચીન ૧૦૧ ગરબીની ૧પ૦૦ બાળાઓને તથા ગુરૂભાઇઓને મહાપ્રસાદ આપવાનો કાર્યક્રમ તા. ર૯ના રવિવારે પહેલા નોરતે સવારે ૧૧-૩૦ કલાકે લોહાણા મહાજન વાડી સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.

જયારે ગુરૂભાઇઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિની વાડી સાંગણવા ચોક, લોહાણા મહાજનની વાડી બાજુમાં કરવામાં આવી છે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી મહામંડલેશ્વર સદ્ગુરૂદેવ પૂ. હરિચરણદાસજી મહારાજ કરશે. અધ્યક્ષસ્થાને લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, સદ્ગુરૂ સદન ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણી, મુખ્ય મહેમાનપદે વરિષ્ટ પત્રકાર કાંતિભાઇ કતીરા, અજંતા ટ્રાન્સપોર્ટ ગ્રુપના શાંતુભાઇ રૂપારેલીયા, લોહાણા મહાપરિષદ ટ્રસ્ટી કાશ્મીરાબેન નથવાણ તેમજ અતિથિવિશેષપદે સીટી ચેનલના સંચાલક નીતિનભાઇ નથવાણી, લાધા માધા પરિવારના મહેન્દ્રભાઇ રાજવીર, ગીરીરાજ હોસ્પિટલવાળા રમેશભાઇ ઠક્કર, સાંધી સીમેન્ટ ગ્રુપના ભરતભાઇ પોપટ, ડાયાલાલ વેલજી પરિવારના વિજયભાઇ નાગ્રેચા, મહાદેવ ટ્રેડીંગવાળા મુકેશભાઇ સચદેવ, માતૃશ્રી જે.વી. રાચ્છ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, કાકા સેલ્સવાળા કિરીટાઇ કારીયા, બાલાજી, બ્રોકરવાળા નીલેશભાઇ જોબનપુત્રા, પેટન ટ્રેડ માર્ક એટર્નીવાળા યશવંતભાઇ જસાણી, અમીચંદભાઇ હિંગવાળા (અમીચંદભાઇ હિન્ડોચા) તથા રઘુવંશી અગ્રણી ભરતભાઇ લાખાણી ઉપસ્થિત રહેશે. સંચાલન લોહાણા મહાજન મંત્રી રીટાબેન કોટક સંભાળશે.

સમગ્ર પ્રોજેકટ માટેનું માર્ગદર્શન હરીશભાઇ લાખાણી, સુરેશભાઇ ચંદારાણા, જગદીશભાઇ ગણાત્રા, નીતિનભાઇ રાયચુરા, હસુભાઇ ભગદેવ, મિતલભાઇ ખેતાણી, પ્રકાશભાઇ વસાણી, પાર્થ ગણાત, મોહનલાલ મોરારજી પરિવાર અને ચંદ્રિાબેન માર્ગદર્શન આપી રહ્યા છે.

પ્રોજેકટ કન્વીર શૈલેષભાઇ તન્ના, જગદીશભાઇ બાટવીયા, સુરજભાઇ કાનાબાર, ધવલભાઇ રાચ્છ, ચંદ્રેશભાઇ દતાણી, નીખીલભાઇ પેઇન્ટર, આશિષભાઇ તન્ના, ભુવાભાઇ (રેલ્વે), કલ્પેશભાઇ જોબનપુત્રા, રવિભાઇ પાઉં, બાલાભાઇ કુંડલીયા, વિશાલભાઇ બાટવીયા, રાજુભાઇ જોબનપુત્રા, જોરૂભા ગઢવીના માર્ગદર્શનમાં ભરતભાઇ રાજદેવ, ભગતભાઇ કુંડલીયા, ચંદ્રેશભાઇ પટેલ, પ્રકાશભાઇ ચોટાઇ, શરદભાઇ સેજપાલ, ભોગીભાઇ રાયચુરા વગેરે કાર્યરત બન્યા છે.

(3:33 pm IST)