Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગુજરાત ટુંક સમયમાં તમાકુ મુકત બનશે : ડો. દિનકર રાવલ

શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા યોજાય ગયેલ રાજયકક્ષાનો વ્યસન મુકિત સેમીનાર

રાજકોટ : શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, વોઇસ ન્યુ દિલ્હી તથા વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે આયોજીત રાજય કક્ષાના સેમીનારને સંબોધતા વિશ્વ આરોગ્ય સંસ્થા તથા વોઇસ ન્યુ દિલ્હીના પ્રતિનિધિ અમરજીત સીંગ પંઘલે જણાવ્યુ હતુ કે વિશ્વભરમાંથી તમાકુ વપરાશને પ્રતિબંધ કરવાના પ્રયત્નો વડાપ્રધાનશ્રી દ્વારા વૈશ્વિક રીતે ચાલી રહ્યા છે. ત્યારે ટુંક સમયમાં ભારતને તમાકુ મુકત કરવાનું સપનું સાકાર થશે. ગુજરાત સરકારે ઇ-સીગારેટ ઉપર પ્રતિબંધ મુકી માનવજાત બચાવવાનું ઉમદા પગલુ ભર્યુ છે. આ તકે હેલ્થ વિભાગના ડાયરેકટર ડો. દિનકરભાઇ રાવલે જણાવેલ કે ગુજરાતમાં ટુંક સમયમાં વેન્ડર લાયસન્સીંગ પધ્ધતી અમલમાં મુકાશે. જેથી તમાકુ ઉત્પાદન વેંચાણ ઉપર નિયંત્રણ આવી જશે અને તમાકુ બંધાણીઓની સંખ્યા ઘટશે. જિલ્લા ગ્રાહક તકરાર નિરાકરમણ ફોરમના ન્યાયમૂર્તિ એન. એમ. ગોહિલ, કેન્સર હોસ્પિટલ રાજકોટના ડાયરેકટર ડો. વી. કે. ગુપ્તાએ પ્રાસંગીક પ્રવચન કરેલ. સેમીનારમાં શ્રીમતી બીનાબેન આચાર્ય (મેયર), ડો. એન. એમ. રાઠોડ (રાજકોટ), ડો. સી. એલ. વારેવડીયા (મોરબી), ડો. બિરેન મણવર (જામનગર), એન. એમ. ધારાણી (ન્યાયમૂર્તિશ્રી), શ્રીમતી રમાબેન માવાણી, શ્રીમતી દીપાબેન કોરાટ, વી. પી. વૈષ્ણવ (પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ), પંકજસિંહ જાડેજા (ઇલેકટ્રોનીક મીડીયા), સુરેશભાઇ અમીપરા (સરહદ સૈનિક વિભાગ), અશોકભાઇ કોયાણી વગેરેએ સેમીનારમાં ભાગ લીધો હતો. અંતમાં શ્રોતાઓ સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી. 

(3:32 pm IST)