Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સ્ટેટ જીએસટીએ ટુર્સ-ટ્રાવેલ્સને ત્યાં પાડેલા દરોડામાં ઢગલાબંધ કાચી નોંધો મળીઃ હજુ ૭ સ્થળે તપાસ ચાલુ

છેલ્લા ર વર્ષના હિસાબોની ચકાસણી માટે દસ્તાવેજો-કોમ્પ્યુટર ફલોપી-ચોપડા કબજે લેવાયા

રાજકોટ તા. રપ :.. જીએસટી વિભાગે રાજયમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી કરી હતી. કુલ ૧૩ ટૂર સર્વિસ પ્રોવાઇડરોને ત્યાં સર્ચ હાથ ધરાઇ હતી. જીએસટી વિભાગની કુલ રપ ટીમોએ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરાના ટૂર ઓપરેટરોનાં ત્યાં દરોડા પાડયા હતાં. આ સર્વિસ પ્રોવાઇડરો યોગ્ય રીતે અને પુરો વેરો નહીં ભરતા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જીએસટીના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

જેમને ત્યાં દરોડા પડાયા તેમં અકબરી ટૂર્સ અમદાવાદ, એટલાન્ટા વર્લ્ડ ટ્રાવેલ્સ ઇન્કો અમદાવાદ કેકી ફોરેકસ એન્ટરપ્રાઇઝ અમદાવાદ, કાકીવાલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અમદાવાદ, કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ (રાજકોટ, વડોદરા), ક્ષિતિજ ટૂર્સ એન્ડ ટ્રેડ ફેર્સ અમદાવાદ, અક્ષર ટ્રાવેલ્સ અમદાવાદ, સુરત, સી. કે. એસોસીએટસ ટ્રાવેલસ સર્વિસ ગ્રુપ-અમદાવાદ, કોકસ એન્ડ કિંગ્ઝ એન્ડ ગ્રુપ, અમદાવાદ, ફલેમીંગો ટ્રાન્સવર્લ્ડ અમદાવાદ, હિના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અમદાવાદ, સુરત, રઝાક એન્ડ સન્સ અમદાવાદા, થોમસ કૂક ઇન્ડિયા અમદાવાદનો સમાવેશ થાય છે.

ટૂર ઓપરેટરોની ઓફીસ અને ધંધાના સ્થળેથી હિસાબી ચોપડા, બેન્ક સ્ટેટમેન્ટ, પાસબુક, કાચી નોંધ સહિતના મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે.

દરમિયાન સ્ટેટ જીએસટી વિભાગના સુત્રોએ આજે સવારે જણાવ્યું હતું કે હજુ ૭ સ્થળે તપાસ ચાલુ છે, ઢગલાબંધ કાચી નોંધો ઝડપાઇ છે. ગ્રાહકો પાસેથી ૧૮ ટકા સર્વિસ ટેકસ વસુલ કરી માત્ર પ ટકા રકમ જ જમા કરાવતા હોવાની ગેરરીતિઓ બહાર આવતા ગઇકાલે બપોર બાદ આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

(11:37 am IST)