Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

૨૮ કિલો અને ૧૩.૫ ફુટ લાંબુ બાહુબલી પટિયાલા કેડિયું, ટ્રેડિશનલ ડ્રેસનો વર્લ્ડ રેકોર્ડ

રાજકોટ તા.૨૭:  નવરાત્રિને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રિની તૈયારીઓ થઈ રહી છે. પરંતુ નવરાત્રિને લઈને રાજકોટમાં ભારતનો સૌપ્રથમ અને કદાચ દુનિયાનો ટ્રેડિશનલ ડ્રેસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટના નિર્મલા સેડ ક્રિસ્ટલ અપાર્ટમેન્ટમાં અરુણા સિલેકશનના નામે ડ્રેસિસ રેન્ટ પર આપતા મોનિક ગોકાણીએ ર૮ કિલ વજન અને ૧૩.૫ ફૂટના ટ્રેડિશનલ પટિયાલા કેડિયું બનાવ્યું છે. આ કૅડિયામાં અંદાજે ૩૫ મીટર કાપડ અને ૧૦૦થી વધારે પેચિઝ લગાવવામાં આવ્યા છે. કેડિયામાં પાંચ હજારથી વધારે આભભલાં ચોંટાડવામાં આવ્યાં છે. કેડિયાનું ટોટલ વજન ર૮ કિલો થાય છે. આ કેડિયાનું નામ બાહુબલી પટિયાલા કેડિયું રાખવામાં આવ્યું છે. પેચિઝમાં રાઉન્ડ, હાર્ટ શેપ, દાંડિયારાસ, બોર્ડર વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેડિયું તૈયાર કરવામાં ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. તેમ જ કેડિયા પાછળ ૨૮,૦૦૦નો ખર્ચ થયો છે. ભારતમાં આ પ્રકારનું પ્રથમ કેડિયું બનાવવામાં આવ્યું છે.

(11:36 am IST)