Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ: કોટડાસાંગાણી પંથકમાં 4 ઈંચથી વધુ વરસાદ:ગોંડલ પંથકમાં ધોધમાર બે ઇંચ

જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં એક ઇંચ વરસાદ : સતત વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકને નુક્શાનની ભીતિ

 

રાજકોટ : આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતો રાજકોટ  જિલ્લામાં  મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થઇ હતી જિલ્લાના કોટડાસાંગાણી પંથકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જયારે ગોંડલ પંથકમાં ધોધમાર બે ઇંચપડ્યો હતો રાજકોટ જિલ્લાના જસદણ  પંથકમાં અડધો ઈંચથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો જિલ્લામાં સૌથી વધુ કોટડાસાંગાણી પંથકમાં ચાર ઈંચ કરતાં વધું વરસાદ.ખાબક્યો હતો

  ગોંડલ શહેરમાં એક ઈંચ કરતાં વધું વરસાદ પડ્યો હતો ગોંડલના મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ, સહિતના ગામોમાં બે ઈંચથી લઈને અઢી ઈંચ વરસાદ તેમજ અનીડા ભાલોડી,કોલીથડ,હડમતાળા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેતપુર એક ઈંચ કરતાં વધું વરસાદ વરસ્યો હતો અને ધોરાજીમાં એક ઈંચ કરતાં વધું વરસાદ.થયો હતો

   રાજકોટના કોટડાસાંગાણી,ગોંડલ,વિરપુર,જેતપુર,ધોરાજી સહિતના પંથકના ઘણાં વિસ્તારમાં  હજું પણ રાત્રે  હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે સતત પડી રહેલા વરસાદને લઈને આગોતરા કપાસ,મગફળી સહિતના પાકોમાં નુકસાન. થવાની ભીતિ સેવાઈ રહી છે.

(12:44 am IST)