Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

નવાગામ પાસે 'હીટ એન્ડ રન' : ખેરડીના પોપટભાઇ સરેરીયાને અજાણ્યા વાહને ઠોકર મારતા મોત

રાજકોટ : નવાગામ (આણંદપર) પાસે હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકર મારતા ખેરડીના પ્રજાપતિ વૃધ્ધનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ખેરડી ગામમાં રહેતા પોપટભાઇ દેવજીભાઇ સરેરીયા (ઉ.વ.૪૪) ગત તા. ર૩ ના રોજ પોતાનું જી.જે. ૬ સી.કે. ૧૧૮ર નંબરનું બાઇક લઇને ખેરડીથી આટકોટ જતા હતા. તયરે નવાગામ નજીક કોઇ અજાણ્યા વાહનના ચાલકે બાળકને ઉલાળતા પ્રજાપતિ વૃદ્ધ ફંગોળાઇ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી બનાવ બનતા ચાલક વાહન લઇ નાશી ગયો હતો. આસપાસના લોકો એકઠા થતા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. જે.સી. સોઢાએ મૃતક વૃદ્ધના પુત્ર મુકેશભાઇ સરેરીયાની ફરીયાદ પરથી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ખાસ હાથ ધરી છે.

(12:02 pm IST)