Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

હુડકો પોલીસ ચોકી પાસે ૩ વર્ષના ભુલા પડેલા બાળકનું માતા સાથે મિલન કરાવ્યું

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરી દ્વારા શહેરમાં તહેવારના સમયે અકસ્માતના બનાવો નિવારવા માટે વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ રણજીતસિંહ પઢારીયા, સલીમભાઇ મકરાણી, સૂર્યકાંતભાઇ, પ્રવિણભાઇ તથા રણછોડભાઇ સહિત હુડકો પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે એક ૩ વર્ષનો બાળક રડતો મળ આવતા પોલીસે તેને તેના માતા-પિતાનું નામ પુછતા નાની ઉંમર હોવાથી તે પોતાના માતા-પિતાનું નામ જણાવી શકતો ન હોઇ ફકત પોતાનું નામ જયેશ જણાવતો હતો. બાદ હેડ કોન્સ. રણજીતસિંહ અને સલીમભાઇએ બાળકના ફોટા પાડી પોલીસ વ્હોટસએપ ગૃપ તથા અન્ય ગૃપમાં શેર કરતા આ બાળક ખોખડદળ નદીના કાંઠે ભૂતનાથ મંદિરની બાજુમાં રહેતા દેવપૂજક પરિવારનો હોવાનું જાણવા મળેલ બાદ પોલીસે તેને વાલીને શોધી ૩ વર્ષના જયેશને તેની માતા સંગીતાબેન દિનેશભાઇ વડેચાને સોંપ્યો હતો.

(12:00 pm IST)