Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

મેઘરાજાએ સતત વરસાદ વરસાવતા મેળાના મેદાનમાં કાદવનું સામ્રાજયઃ તંત્ર મૂક પ્રેક્ષક..!!

રાજકોટઃ રેસકોર્સ મેદાનમાં શનીવારથી જયાં મેળો ભરાવાનો છે, તે મેદાન હાલ કાદવ કીચડ- ગારાથી ખદબદી ઉઠયું છે, તસ્વીર તેનો સચોટ બોલતો પુરાવો છે. મેઘરાજાએ સતત વરસાદ વરસાવતા લોકમેળામાં પાણી તો ભરાયા પણ ધ્યાન ન રાખો તો લપસી પડાય તેવા કાદવની રબડી પણ પથરાઇ ગઇ છે, અને તેમાં હવે સ્ટોલ ઉભા થઇ રહ્યા છે, ૭ર હજાર ચો.મી.ના આ મેદાનમાં ૮૦ ટકા સ્થળે ગારો-કાદવ કીચડ જામ્યો છે, પાણીના ખાબોચીયા ભરાઇ ગયા છે, છેલ્લા ત્રણ દિવસથી આવુ છે, પણ કલેકટર કે પ્રાંત અધીકારીએ મેળાને સમથળ બનાવવા-સંદર્ભે મોરમ-કપચી નખાવા અંગે કોઇ તસ્દી નહી લેતા અને મુક પ્રેક્ષક બની રહેતા લાખો રૂ. ખર્ચી સ્ટોલ લેનાર લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, આમાં સ્ટોલ ઉભા કરવા કેમ, તે પ્રશ્ન થઇ પડયાનું સ્ટોલ ધારકો જણાવી રહ્યા છે, કલેકટર તંત્ર તાકિદે યોગ્ય કરે તેવી માંગણી ઉઠાવી છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:45 pm IST)