Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જિલ્લા પંચાયત સુપરસીડ થાય તો નવી ચૂંટણી બાકીની મુદત માટે ડામાડોળ રાજકીય ભાવિથી વહીવટી અસ્થિરતાના પંથે પ્રયાણ

રાજકોટ, તા. ર૭ : જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બે જુથો વચ્ચે ભાજપ સમર્થીત વિખવાદના કારણે વહીવટી પ્રક્રિયા પર ગંભીર અસર પડવાની શરૂઆત થઇ ચૂકી છે. રાજકીય ડામાડોળ ભાવિના કારણે પંચાયતનું ભાવિ અનિશ્ચિતતાના એધાણ આપી રહ્યું છે. ભવિષ્યમાં પંચાયત સુપરસીડના સંજોગો સર્જાય તો નવાઇ નહિ. પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે. ચૂંટાયેલી પાંખનું વિસર્જન થઇ જાય તો નવી ચૂંટણી પ વર્ષ માટે આવે તેવી શકયતાનો છેદ ઉડાડતા જાણકાર વર્તુળો એવું કહી રહ્યા છે કે સુપરસીડ પછી નવી ચૂંટણી પ વર્ષ માટે નહિ પણ બાકી રહેલી મુદત માટે જ આવ. ડીસેમ્બર -ર૦૧પમાં પંચાયતની સામાન્ય ચૂંટણી આવે તેને ૩ર મહિના થઇ ગયા છે. સુપરસીડ થાય તો નવી ચૂંટણી ડીસેમ્બર ર૦ર૦ સુધીની બાકીની મુદત માટે જ આવે. સુપરસીડ અને નવી ચૂંટણી સુધીના વચ્ચેના સમયગાળામાં વહીવટદાર રાજ આવી શકે છે. પંચાયતમાં હવે પછી ગમે તે રાજકીય પરિસ્થિતિ થાય તેમાં ભાજપને પોતાનો ફાયદો દેખાય છે. (૮.૧૯)

(3:37 pm IST)