Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભાજપ દ્વારા ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને થેલી વિતરણ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ શહેરભરમાં સસ્તા અનાજની દુકાનો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' નાં લાભાર્થીઓને થેલી વિતરણનો કાર્યક્રમ છેલ્લા બે દ્વિસથી ચાલી રહયો છે.જેમાંં શહેર ભાજપનાં આગેવાનો અને વિવિધ શ્રેણીનાં કાર્યકર્તાઓ જોડાઈ રહયા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, અરવિંદ રૈયાણી, બીનાબેન આચાર્ય, પ્રદીપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળિયા, દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, વિનુ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, અનિલભાઈ પારેખ, સહિતનાં આગેવાનો આ કાર્યક્રમમાં જોડાઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયનાં જરૂરીયાતમંદ પરિવારોને વિનામૂલ્યે રાશન આપવાનાં આ નિર્ણયને આવકાર્યો હતો. ભાજપા સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અંર્તગર્ત આ યોજનામા સમાવિષ્ટ રાજયના રાશનકાર્ડ ઘારકોને નવેમ્બર–ર૧ સુઘી મફત અનાજ આપવાનો જે નિર્ણય કરેલ અને ગરીબોને મળતુ રાશન ગરીબોના ઘર સુઘી પહોંચે તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરભરની ૧૭૪/– થી વઘુ રાશનકાર્ડની દુકાનો પરથી ૬૦,૦૦૦/– થી વધુ પરીવારોને મફત રાશન મળે તે માટે બેગનુ વિતરણ શહેર ભરમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમાં હિતેશ મારૂ રાજેનેદ્રસિંહ ગોહિલ, હેમુભાઈ પરમાર, સી.ટી. પટેલ, દિનેશ ઘીયાડ, ઘનશ્યામ કુગશીયા, રમેશ દોમડીયા, તેજશ જોષી, પ્રદીપ નિર્મળ, રજની ગોલ, સંજય પીપળીયા, રસિક કાવઠીયા, કેતન વાછાણી, હરિ રાતડીયા, સોમાભાઈ ભાલીયા, ભાર્ગવભાઈ મિયાત્રા, જેન્તી નોંઘણવદરા, શૈલેષ બુસા સહિતનાં સાથે વોર્ડનાં પ્રભારીઓ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિનાં સભ્યો, મોરચાનાં પ્રમુખ મહામંત્રીઓ સાથે તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

(3:45 pm IST)