Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આર.ટી.ઇ. ફોર્મ સુધારણાનો વિનામુલ્યે કેમ્પ

જન આરોગ્ય શિક્ષણ સંસ્થાન દ્વારા નવા થોરાળા અને કોઠારીયા રોડ પર

 

રાજકોટ તા. ૨૭ : જના આરોગ્ય શિક્ષણ સંસ્થાન દ્વારા નવા થોરાળા અને કોઠારીયા રોડ, ડો. આંબેડકર ભવન ખાતે રાઇટ ટુ એજયુકેશન માટેના ઓનલાઇન ફોર્મ સુધારી અપલોડ કરી આપવાનો ત્રણ દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ અંગે વાલીઓને જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ. ૨૦૨૧ માં જે બાળકોના ફોન ઓનલાઇન નામંજુર થયા હોય તેઓ માટે આ કેમ્પ કરાયો હતો.

આ કેમ્પને સફળ બનાવવા જન આરોગ્ય સંસ્થાનના ચેરમેન ડો. પ્રકાશ કે. ચાવડા (એડવોકેટ), ચામુંડા મેડીકલ સ્ટોર્સના મુકેશભાઇ વાઘેલા, યુવા ટીમના મેમ્બરો ઉદય પરમાર, કિશન પરમાર, હિમાંશુ સોલંકી, પ્રવિણભાઇ દવેરા, મિલન જાદવ, નાગેશ મકવાણા, ફાર્માસીસ્ટ દિવ્યાબેન પરમાર, મનીષ વાઘેલા, વિમલ વાળા, જગદીશ ગોહેલ, દેવપરામાં ડો. આંબેડકર ભવન કોઠારીયા રોડ ખાતે પડધરીના જી.આર.ડી. તાલુકા માનદ અધિકારી દેવજીભાઇ એમ. લીંબોલાએ વાલીઓને  માર્ગદર્શન આપેલ.

કોઠારીયા ગામમાં બાબા ગ્રુપ દ્વારા સામાજીક કાર્યકર સતિષભાઇ સાગઠીયા, ગોંડલના સામાજીક કાર્યકર ચંદ્રકાન્તભાઇ બાબરીયા, માલધારી આગેવાન હરેશભાઇ વહેરા, પરેશભાઇ સાગઠીયાએ વાલીઓને માર્ગદર્શન આપેલ.

આર.ટી.ઇ.ના ફોર્મ સુધારી ડોકયુમેન્ટ અપલોડ કરવાના આ સેવા કેમ્પને સફળ બનાવવા સંસ્થાના સહમંત્રી એડવોકેટ ભરતભાઇ વાળા, એડવોકેટ જયેશ ખીમસુરીયા, એડવોકેટ ભરતભાઇ પરમાર, એડવોકેટ દિપકભાઇ બથવાર, એડવોકેટ નિરજભાઇ સોલંકી, સંસ્થાના વાઇસ ચેરમેન નવલદાન ગઢવી, મંત્રી વિજય ભટ્ટી, મહામંત્રી ડો. ભગતસિંહ પરમાર, ડો. અનિલ પારેખ, વિપુલ બોરીચા, નવનીત ચૌહાણ, અજય સારીખડા, પ્રફુલ ભોજાણી, અશ્વિનભાઇ ચૌહાણ, દિલીપભાઇ પરમાર, સામાજીક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. તેમ સંસ્થાના ચેરમેન ડો. પ્રકાશ કે. ચાવડા મો.૯૮૨૪૬ ૦૧૫૧૧ ની યાદીમાં જણાવાયુ છે.

(2:49 pm IST)