Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રેસકોર્ષ આર્ટ ગેલેરીમાં પાણી ભરાતાં એકઝીબીશનનાં આયોજકો મુશ્કેલીમાં: વર્ષો જૂની સમસ્યા છે છતાં તંત્ર વાહકો સમસ્યા નથી ઉકેલતાં

રાજકોટ : રેસકોર્ષમાં લાખોનાં ખર્ચે મ.ન.પા.એ બનાવેલી આર્ટ ગેલેરીમાં વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા નહી હોવાથી ચોમાસામાં દર વર્ષે અહી પાણી ભરાય છે. હાલમાં અહીં પેઇન્ટીંગનું એકઝીબીશન ચાલુ છે ત્યારે પણ અંદર પાણી ભરાઇ જતાં એકઝીબીશનનાં આયોજકો મુશ્કેલીમાં મૂકાયા હતાં તંત્રએ પાણી નિકાલની કોઇ વ્યવસ્થા નહી કરતાં. અંગે આયોજકોએ જાતે ઇલેકટ્રીક મોટર મુકી પાણીને ઉલેચ્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. તંત્ર વાહકોએ આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઇએ તેવી માંગ કલા જગતમાં  ઉઠવા પામી છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:04 pm IST)