Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

આમ આદમી પાર્ટીની રીવ્યુ બેઠક

 આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઇ સોરઠીયા તથા ગુજરાત સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ દ્વારા રોજકોટ શહેર, મહાનગરપાલીકા, રાજકોટ જિલ્લા તેમજ મોરબી જિલ્લામાંથી તમામ પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવેલ. જેમાં મિશન -૨૦૨૨ અંતર્ગત અને કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરીવારમાં જન સંવેદના યાત્રા ઘરે ઘરે જઇ સાંતવના પાઠવતા એ અંગેનું માર્ગદર્શન આપેલ. તેમજ થયેલ કામોનું રીવ્યુ અહેવાલ લીધેલ. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવેલ છે. 

(4:03 pm IST)