Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શેઠ ઉપાશ્રય ખાતે પૂ. રાજેમતિબાઇ મ.સ.આ.ઠા.-૩નો ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ તા. ર૬: શ્રી શેઠ ઉપાશ્રય શ્રીસંઘના પરમ પુન્યોદયે ગોંડલ સંપ્રદાયના પૂ. જય-માણેક-પ્રાણ-રીત-ગુરૂવર્યો એવં પૂ. મુકત-લીલમ ગુરૂણીના સુશિષ્યાઓ એવમ રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમ્રશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તિ સાધ્વીરત્ના પૂ. રાજેમતિબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. સુનિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના, પૂ. શ્વેતાંસીબાઇ મહાસતીજી આદીઠાણા-૩નો શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં મંગલ ચાતુર્માસ પ્રવેશ થયો. તેઓશ્રીના ચાતુર્માસમાં 'સાધર્મિક ભકિત સેવાનો લાભ' રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સ.ાના ગુરૂભકત માતુશ્રી અનસુયાબેન શેઠ પરિવારે લાભ લીધેલ છે. શ્રમણ સંઘના રાષ્ટ્રીયસંત પૂ. શ્રી કમલમુનિ મ.સા. આદીઠાણા-૪ પ્રવેશની શુભેચ્છા તથા આશિર્વાદ માટે ખાસ પધાર્યા હતા અને ચાતુર્માસનું મહત્વ સમજાવી મંગલમય ચાતુર્માસ નિવડે એવા આશિર્વાદ આપેલ હતા. સંઘપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ શેઠએ પૂ. મહાસતીજીઓને શુભેચ્છાઓ પાઠવેલ હતી. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પદાધિકારીઓ, ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહી ભવ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશનો લાભ લીધેલ હતો. શેઠ ઉપાશ્રય સંઘ સમિતિના નવિ કમિટિના તમામ સભ્યએ ચાતુર્માસ દરમ્યાન સંપૂર્ણ સેવાની ખાત્રી આપેલ હતી. ચાતુર્માસ પ્રવેશના પ્રસંગે ઉપપ્રમુખ શ્રી શશ્રૈલેષભાઇ માઉ તથા મંત્રીશ્રી હેમલભાઇ મહેતાએ દરેકને આવકારીને દરેક પ્રકારની વૈયાવચ્ચ અને આયોજનની ખાત્રી આપી હતી. ચાતુર્માસ દરમ્યાન રોજ સવારે ૬:૩૦ કલાકે પ્રાર્થના. ૯:૧પ થી ૧૦:૧પ વ્યાખ્યાન તથા વ્યાખ્યાન પુરૂ થયે વિવિધ જાપ, ચારે-ચાર માસ સરકારશ્રીની ગાઇડ લાઇન્સ અનુસાર વ્યાખ્યાન-જાપ કરવામાં આવશે. સવંત્સરી સુધીના ૪૯ દીવસના પ્રતિક્રમણની જાહેરાત કરવામાં આવેલ હતી. 

(3:40 pm IST)