Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સાધુવાસવાણી રોડ પર મહિલાના મકાનમાં થયેલી ૯પ હજારની ચોરી કરનાર સુનીલ ભરૂચથી ઝડપાયો

યુનિવર્સિટી પોલીસની બાતમીઃ નેપાળ ભાગે તેમ પહેલાજ ભરૂચ પાસે ટ્રાવેલ્સની બસમાંથી દબોચ્યો

રાજકોટ તા. ર૬ : શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતા નેપાળી યુવતીના મકાનમાં થયેલી રૂ.૯પ હજારની ચોરીનો યુનિવર્સિટી પોલીસે ભેદ ઉકેલી નેપાળના શખ્સને ભરૂચ પાસેથી ઝડપી લીધો હતો.

મળતી  વિગત મુજબ શહેરના સાધુવાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાછળ આવાસ યોજના કવાર્ટરમાં મીનાબેન ભીમભાઇ સાઉન્થ (ઉ.૩પ) ના કવાર્ટરમાં ગત તા.ર૧ના રોજ બંધ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી સુટકેશ ખોલી તેમાં રાખેલા પર્સમાંથી રૂ.૯પ૦૦ ની રોકડ રકમની ચોરી થઇ હતી આ બનાવ અંગે મીનાબેને ફરીયાદમાં સુનીલ દમાઇ નામના શખ્સ પર શંકા દર્શાવતા પોલીસે તપાસ કરતા સુનીલ દમાઇ રાજકોટથી એક ખાનગી ટ્રાવેલ્સની સમાં બેસી મુંબઇ જવા માટે નીકળ્યો તેવી બાતમી મળતા પી.એસ.આઇ.એ.બી.જાડેજા તથા પી.એસ.આઇ.એ.બી. વોરા સહિતના સ્ટાફેે ટ્રાવેલ્સની ઓફીસે જઇને તે બસના ડ્રાઇવરનો સંપર્ક કરતા બસ ભરૂચ પહોંચવાની તૈયારી હોવાની જાણ કરતા પી.એસ.આઇ. એ.બી.જાડેજાએ એક ટીમ ભરૂચ કરવાના કરી હતી. અને ભરૂચ પાલેજ પોલીસનો સંપર્ક કરી પાલેજ પોલીસન મદદથી સુનીલ ઉર્ફે રમેશ જપડભાઇ દમાઇ (ઉ.ર૩) (રહે. આર્યાકોમ્પ્લેક્ષ, કાલાવડ રોડ મુળ ધનગડીગામ, નેપાળ)ને પકડી લઇ રૂ.૯પ૦૦૦ની રોકડ કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ.કે. એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એ.બી.જાડેજા, તથા પી.એસ.આઇ.એ.બી.વોરા, એ.એસ.આઇ. હરદેવસિંહ, હેડ કોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, ભગીરથસિંહ, વિજયભાઇ બાલસ, જેન્તીગીરી, રાવતભાઇ ડાંગર, બલભદ્રસિંહ સહદેવસિંહ તથા બ્રીજરાજસિંહ દ્વારા કરવામાંં આવી હતી.

વાહન ચોરીના ગુન્હામાં ફરાર રાજભાની ધરપકડ

પ્રદ્યુમનનગર પોલીસ મથકના પી.આઇ.એલ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.પટેલ, હેડ કોન્સ દેવશીભાઇ, વિજયભાઇસિંહ, યુરાજસિંહ, કુલદીપસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ તથા મહાવીરસિંહ સહિત તેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ વિજયરાજસિંહ, કુલદીપસિંહ, તથા યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે વાહન ચોરીના ગુન્હામં એક વર્ષથી નાસતા ફરતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બચુભા જાડેજા (ઉ.૩૪) (રહે. જામનગર રોડ બજરંગવાડી શેરી નં. ૪)ને  ભોમેશ્વરવાડી મેઇન રોડ પરથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં પી.એસ.આઇ.કે. ડી. પટેલ, કુલદીપસિંહ અને અક્ષયભાઇ સહિતે બાતમીના આધારે વિવેકાનંદનગર શેરી નં. ૪ માંથી એક શખ્સોને એકટીવા સાથે પકડી નામ તેનુ નામ પુછતા તેણે પોતાનું નામ આસીફ યુસુફભાઇ બેલીમ (ઉ.ર૬) (રહે. પોપટપરા પ૩ કવાર્ટર વિવેકાનંદનગર શેરી નં.૪)જણાવ્યું હતું બાદ તેની પાસે લાયસન્સ તથા એકટીવાના કાગળો માંગતા તેેણે સંતોષ કારક જવાબ ન આપતા આસીફ બેલીમેની પકડી લઇ પુછપરછ કરી હતી.

(3:39 pm IST)