Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સિવિલ હોસ્પિટલની ઓપીડી-સેલરમાં પાણી ભરાયા

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગના સેલરમાં અને ગ્રાઉન્ડ ફલોરમાં વરસાદના પાણી ભરાઇ જતાં હાલાકી સર્જાઇ હતી. લગભગ દર વર્ષે ભારે વરસાદ પડે ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર વખતે સેલરમાં ડેમ જેવા દ્રશ્યો સર્જાય છે. ઇલેકટ્રીક મોટરો મુકીને દિવસો સુધી પાણી ઉલેચવું પડે છે. આ વખતે પણ શનિ-રવિ બે દિવસ નવ ઇંચ જેટલો વરસાદ શહેરમાં પડી જતાં સિવિલ હોસ્પિટલની ઓપીડીના સેલરમાં પાણી ઘુસી ગયા હતાં. તંત્રવાહકો પાણી બહાર કાઢવા કામે લાગ્યા છે. તસ્વીરમાં વરસાદી પાણીને કારણે કેવી હાલત થઇ છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. (ફોટોઃ અશોક બગથરીયા) 

(3:04 pm IST)