Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોચી બજાર ખાડામાં ગઇકાલે બપોરે વરસાદથી બે મકાનો તુટી પડયાઃ ચા બનાવતાં હનીફભાઇ તણાતા ઇજા

રાજકોટ : ગઇકાલે બપોરે ત્રાટકેલા વરસાદને કારણે ભરાયેલા પાણીથી મોચી બજાર ખાડામાં પોસ્ટ ઓફિસવાળી શેરીમાં બે મકાનો તુટી પડતાં મકાનમાં ચા બનાવી રહેલા હનીફભાઇ શીંશાગીયા, પાણીમાં તણાયા હતાં. જો કે સદનસીબે તેઓનો બચાવ થયો હતો પરંતુ તેઓનાં માથામાં ઇજા થતાં ત્રણ ટાંકા આવ્યા હતાં. તસ્વીરમાં તુટી પડેલા મકાનો તેમજ ઘર વિહોણા થયેલા પરિવારજનો અને ઇન્સેટમાં ઇજાગ્રસ્ત નજરે પડે છે. આ બનાવ અંગે હનીફભાઇનાં પરિવારજનોએ જણાવ્યુ હતું કે ગઇ બપોરે વરસાદી પાણી ભરાવાને કારણે ઓનાં નિવાસ્થાનની પાછળ આવેલ. સ્કુલની દિવાલ ધસી પડતાં તેઓનાં બે મકાનો તુટી પડયા હતાં. અને મકાનમાં ચા બનાવી રહેલા હનીફભાઇ તણાઇ જતાં. તેમને માથામાં ઇજા થયેલ. પરિવારોનાં અન્ય બે વ્યકિતઓને હાથમાં છાતીનાં ભાગે ઇજાઓ પહોંચી હતી. તમામ ઘરવખરી તણાઇ ગઇ હતી. અને મકાનમાં રહેતો પરિવાર ઘર વિહોણો થઇ ગયો હતો. બીજી તરફ તુટેલાં મકાનનાં કાટમાળને કારણે રસ્તો પણ બંધ થઇ ગયો હતો. આ બનાવને ર૪ કલાક વિતયા છતાં તંત્ર વાહકો આ સ્થળે પહોંચ્યા નહી હોવાની ફરીયાદ લતાવાસીઓ કરી રહ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

(3:03 pm IST)