Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દર્દી નારાયણની સેવા કરનાર લોકોના વિચાર વર્તન અને વલણ શુધ્ધ હોવા અત્યંત જરૂરી : શૈલેષભાઈ સગપરીયા

શ્રી પંચનાથ હોસ્પિટલમાં વકતવ્યઃ બે મહીલા કર્મચારી સહીત આઠ કર્મચારીઓનુ સન્માન

રાજકોટઃ આપણા ઋષીમુનીઓએ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલ છે કે મનની પ્રસન્નતા અને તનની તંદુરસ્તી માટે સમયાંતરે તમારા રોજીંદા જીવનમાં બદલાવ જરૂરી છે તેમાં મનગમતી પ્રવૃત્તિ જેવી કે ધ્યાન યોગ સારા પુસ્તકોનુ વાંચન મનગમતા ગીતો સાંભળવા થીયેટરમાં ચલચીત્ર જોવા જવુ મનગમતી આઉટ ડોર કે ઇન્ડોર ગેઇમ રમવી તમારા નિવાસસ્થાનથી દૂર રમણીય સ્થળો જેવા કે બગીચાઓ પર્વતમાળાઓ દરિયા કિનારા જેવા સ્થળોએ ટહેલવા જવુ આસ્થા અને શ્રધ્ધા સાથે ધાર્મિક સ્થળોની યાત્રા કરવી રોજીંદા લેવામાઆવતા ભોજનમા ફેરફાર કરવા જેવી પ્રવૃતિ તન અને મન પ્રફુલ્લિત રાખેછેઆ સનાતન સત્યનો સ્વીકાર તથા કર્મચારીશ્રીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે ઉદેશથી પ્રેરણાદાયક વકતા શ્રી શૈલેષભાઈ સગપરીયાનુ પ્રેરક વકતવ્ય યોજાએલ.

 કાર્યક્રમના સંચાલક તરીકે ધુરા સંભાળતા શ્રી નીરેનભાઇ જાનીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતાની સાથે જ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ હોસ્પિટલના ઇન્ચાર્જ શ્રીમતિ ધૃતીબેન ધડુક દ્વારા શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ વકતા શ્રી શૈલેષભાઈ સગપરીયા ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ તબીબો આમંત્રિત મહેમાનો તથા દરેક કર્મચારી ભાઇઓ તથા ભગીનીઓનુ ભાવભીનું સ્વાગત કરેલ હતુ અને આનંદીત સ્વર સાથે હોસ્પિટલના તમામ કર્મચારીશ્રીઓ માટે રીફ્રેશીંગ કોર્ષ યોજવા બદલ ટ્રસ્ટી મંડળનો આભાર વ્યકત કર્યો હતો

 પ્રેરણાદાયક પ્રવચન પ્રેમી કુ .ઈસ્પા માંકડે સગપરીયા (અનેક ગોલ્ડ મેડલ સન્માનિત) નો પરિચય આપતા જણાવ્યું હતું કે તેઓ ગુજરાત સરકારના કલાસ વન અધિકારી છે હાલમાં તેઓ રાજ્ય સરકાર સંચાલિત સ્પીપા ટ્રેઇનીંગ સેન્ટરમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે તેમણે દેશ વિદેશમાં અનેક પ્રવચનનો આપ્યા છે તેમના ૧૩૪૦૭૯ થી પણ વધુ અનુયાયીઓ છે ખાસ કરીને વ્યસન ધરાવતા યુવકોને વ્યસન મુકત કરવા લોકોને શિક્ષીત કરવા હાલના ઝડપી અને તણાવપૂર્ણ યુગમાં નકારાત્મક વિચારો અને હતાશાના વાદળોમા ઘેરાયેલા અનેક લોકોને બહાર કાઢવા માટેના તેમના પ્રયાસો સફળ રહ્યા છે તેઓએ સમાજને પ્રેરણા આપતા અનેક પુસ્તકો લખ્યા છે જેમાં મૃત્યુ આસ્થા માનવતા દેશપ્રેમ સમજણનો સઢ જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે.

પરિચય વિધી પુર્ણ થયા બાદ ભારતીય પ્રણાલીકા મુજબ અનેક ટ્રસ્ટીશ્રીઓ તબીબો આમંત્રિત મહેમાનો તથા દરેક કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય થયા બાદ શ્રી સગપરીયાના પ્રવચનનો પ્રારંભ થયો હતો.

 વ્યાખાનનો આરંભ દર્દી નારાયણની સેવા કરવાના અનુરૂપ એક સુંદર ઉદાહરણ સાથે કર્યો હતો એક જયોતિષ હતા તેમનુ જયોતિષ કદી ખોટું પડતુ નહી એક દિવસ એક નવયુવાન જયોતિષને ખોટા સાબિત કરવા માટે તેની પાસે જાય છે અને કહે છે કે મારા હાથની બંધ મુઠ્ઠીમાં એક ચકલીનુ નાનું બચ્ચુ છે તે જીવંત છે કે મૃત ? તે દર્શાવો જયોતિષીએ વિચાર્યું કે જો બચ્ચુ મૃત હશે ને જીવંત છે તેમ કહીશ તો ખોટો પડીશ અને જીવંત હોય અને મૃત છે તેમ કહીશ તો પણ જુઠ્ઠો સાબીત થઇશ એટલે તેમને નવયુવાનને કહયું કે બચ્ચુ જીવંત છે કે મૃત તે બાબત છોડી દે પણ બચ્ચાને મારી નાખવુ કે જીવંત રાખવુ તે સ્વયં તારા હાથમાં છે આ પ્રકારનાઉદાહરણ દ્વારા ઉપસ્થિત રહેલા તમામ લોકોને દર્દીઓને નારાયણ ભગવાન સમજીને સારવાર કરવાની સલાહ આપી હતીતેમણે વધુમાં કહ્યું હતું કે દર્દીઓની સાચા અર્થમા સેવા કરવા માટેતમારા વિચારો, વર્તન અને વલણ અત્યંત શુધ્ધ હોવા જરૂરી છે

૧. વિચારઃ આ અંગે જણાવેલ હતુ કે ચોઘડિયા સાત હોય છેતેમાં ચલ ચોઘડિયું સારૂ પણ નથી અને ખરાબ પણ નથી બાકીના છ ચોઘડિયામાથી ત્રણ સારાં છે અને ત્રણ ખરાબ છે તેવી જ રીતે તમારા વિચારો પણ આ પ્રકારના હોય છે જો તમે સારા વિચાર ધરાવતા હશો તો દરદીઓની સારી રીતે સેવા કરી શકશો

૨. વર્તનઃ આ હોસ્પિટલ ભલે અ દ્યતનસુવિધાઓ ધરાવતી હોય કે ભવ્ય ભવન પણ જો તમારા લોકોનુ વર્તન સારૃં ન હોય તો આ બીલ્ડીંગનો કોઇપણ પ્રકારનો હેતુ સિધ્ધ થતો નથી કારણકે તમારા લોકોનુ વર્તનએ જ હોસ્પિટલની સાચી શાખ છે તેથી જ દરવાજા પર ફરજ બજાવતા સીક્યોરીટી ગાર્ડથી માંડીને પ્રમુખ સુધીના તમામ લોકોનુ વર્તન દર્દી પ્રત્યે લાગણીશીલ હોવુ જોઈએ

૩. વલણઃ હોસ્પિટલ પર આવતા દરેક દર્દીઓ પર સેવાકીય દ્રષ્ટીએ તમારો અભિગમ સકારાત્મક છે ? કે નકારાત્મક? તે બહુજ અગત્યનુ છેસકારાત્મક અભિગમ દાખવીને દર્દી ઝડપથી પુનઃ સ્વાસ્થય પ્રાપ્ત કરે તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાથના કરવી જોઈએ

 આ અંગે તેમણે ૨ બેન્ક કમંચારીઓના પ્રેરણારૂપ દ્રષ્ટાંત આપતા જણાવેલ કે એક બેન્કની શાખામાં ૨ કેશિયર ફરજ બજાવતાં હતા દરરોજ ૧ કેશની બારીમાં ગ્રાહકોની સતત ભીડ રહેતી હતી અને ૧ કેશની બારીમાં ગણ્યા ગાઠયા લોકો આવતા હતાં બેન્ક મેનેજર જે કેશ બારીમાં ભીડ રહેતી ત્યાં જતા અને ગ્રાહકોને બાજુની બારીમા નાણાકીય વ્યવહાર કરવા માટે વિનંતી કરતાં પણ ગ્રાહકો જ ના પાડી દેતા આ માટે ૪ થી ૫ વખત પ્રયાસો કરવામાં આવ્યા પણ તે નિષ્ફળ નિવડ્યા એક દિવસ ભીડમાં ઉભેલા ૩ થી ૪ ગ્રાહકોને પોતાની ચેમ્બરમાં બોલાવ્યાં અને કહ્યું કે તમે લોકો બાજુની બારીમાં કયા કારણોસર નાણાકિય વ્યવહાર કરતા નથી ? શું તેમના વર્તન અને વ્યવહાર ખરાબ છે? ત્યારે ગ્રાહકોએ કહ્યું કે ના એવું કશુજ નથી પણ તે બારીએથી નાણાકિય વ્યવહાર કરીએ તો બરકત રહેતી નથી પણ ભીડ રહેતી બારીમા નાણાકિય વ્યવહાર કરીએ તો બરકત રહે છે બ્રાંચ મેનેજરઆ વાત સાંભળીને ચોકી ઉઠ્યા. સાંજે બેન્કના કામકાજના કલાકો પછી ભીડ રહેતી બારી વાળા કેશીયરને પોતાની ચેમ્બરમાં બોલાવ્યાં અને કહ્યું કે તમારી પાસે એવી કઇ જાદુઇ શકિત છે કે મોટાભાગના ગ્રાહકો નાણાકિય વ્યવહાર માટે તમારો જ આગ્રહ રાખે છે ત્યારે કેશીયરશ્રીએ બહુજ સુંદર આધ્યાત્મિક જવાબ આપ્યો અને કહ્યું કે ગ્રાહકો જયારે મારી પાસે નાણા ઉપાડ કરવા આવે ત્યારે તેમને નાણા આપતી વખતે આ રકમનો સદપયોગ થાય ખોટા માર્ગે ન જાય અને ધંધાના વિકાસ માટે નાણાં ઉપાડયા હોય તો સાચા અર્થમાં તેના વેપારમાં વૃધ્ધિ થાય તેવી મનોમન પ્રભુને પ્રાથૅના કરું છું આ પ્રકારના સકારાત્મક અભિગમથી તેઓ અનેક ગ્રાહકોના દિલમા વસી ગયા હતા જો તમે આ પ્રકારનું સકારાત્મક વલણ દાખવશો તો અનેક દર્દીઓના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો

 છેલ્લે પૂછવામા આવેલ સવાલના જવાબમાં જણાવેલ હતુ કે મહીલા કર્મચારીએ કારકીર્દી કરતા વધુ પોતાના પરિવારને અગ્રતા આપવી જોઇએ બીજા સવાલના જવાબમાં કહ્યું હતું કે અહીં જે લોકો સેવા આપી રહ્યા છે તેમને ઈશ્વરના છુપા આશીર્વાદ પ્રાપ્ત થતાં હોય છે.

 અંતમાં શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડે જણાવ્યું હતું કે અહીં દરેક કર્મચારીશ્રીઓનિષ્ઠાથી પ્રામાણીકતાથી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવે છે અને કોવીડ -૧૯ની મહામારીમા દરેક કર્મચારીશ્રીઓએ હોસ્પિટલના સંચાલકો સાથે ખંભે ખંભા મીલાવીને જે નીડરતાથી ફરજ બજાવેલ હતી તે ખરેખર સાચા અર્થમાં અભિનંદનના અધિકારી છે તેમજ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ લોકોનો આભાર માન્યો હતો. કાર્યક્રમને અંતે ૨ મહીલા કર્મચારી સહીત ૮ (આઠ) કર્મચારીશ્રીઓને જુન ૨૦૨૧માસના સ્ટાર કર્મચારી ઘોષિત કરવામાં આવ્યા તેમા પ્રાગજીભાઇ મનાણી, જ્યોતીન્દ્રભાઈ (વૈદ્ય કાકા), રાહુલ લોખિલ, ગંગાબેન ચાવડા, વિશાલભાઇવાઘેલા, ભાવેશભાઇ નિમાવત, ભરતભાઇ રાઠોડ, પ્રભાબેન વાડોદરિયાને તાલીઓના ગડગડાટ વચ્ચે ઉપસ્થિત ટ્રસ્ટી અને મહેમાનોના હસ્તે રોકડ રકમ તેમજ ગીફટ આપીનેસન્માનિત કરવામાં આવ્યા હતાં. 

(3:00 pm IST)