Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોના કાળમાં રામબાણ ઉકાળાનું સર્જન

દેસુરભાઇ વાંકે આયુષ મંત્રાલય પાસે મંજૂરી પણ માંગીઃ ૧૧ ઓસડિયા ગૌમૂત્રમાંં ઉકાળીને ઉકાળો તૈયાર કરાયો

હાલના સમયમાં ફેલાયેલ કોરોના નામની મહામારીએ રાજકોટ સહિત સમગ્ર ભારત અને વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારી ઉપર આર્યુવેદિક દવા દ્વારા મહદઅંશે કાબુ મેળવી શકાય એવા રાહતના સમાચાર છે.

વિગત એવી છે કે રાજકોટના નાગરીક દેસુરભાઇ વાંક પાસે સદી પહેલા લખાયેલ આર્યુવેદીક ગ્રંથ છે. આ ગ્રંથ આજે પણ સાંપ્રત સમયની વાયરસથી ફેલાતા બીમારીઓમાં એટલોજ કારગત અને ઉપકારક છ.ે

ગ્રંથમાં સામાન્ય તાવથી લઇને અતિ વિષમ જવર અને અસાધ્ય રોગ વિશે વિસ્તાર પૂર્વક લખવામાં આવ્યું છે.

હાલમાં જે કોરોના છે તેને આ ગ્રંથમાં દર્શાવેલ સમિપાતજવર અને અભિન્યાસ જવર સાથે સરખાવી શકાય છે. કેમ કે અત્યાર સુધી W.H.O. અમેરીકા, ચાઇના, કેનેડા, એમ્સ હોસ્પીટલ, સ્વાસ્થ મંત્રાલયના સંસોધકો જે કોરોના લક્ષણો હવે દર્શાવે છે તે આ ગ્રંથમાં પહેલાના લખાયેલા છે. જેમકે ઘડીકમાં ઠંડી લાગવી ઘડીકમાં શરીરમાં ગરમી લાગવી સાંધામાં અને માથામાં વેદના થવી આંખ લાલ થવી. કાનમાં જુદા પ્રકારના અવાજ આવવા અને તેના દુખાવો થવો. ગળામાં એક જાતનો દુઃખાવો થવો જાણે તેમાં કફ ભરાણો હોય તેમ લાગવું ઘેન રહેવું. બેભાન થવું, ઉધરસ આવી, ચક્કર આવવા દમ (શ્વાસ) ચડવો, અરૂચી થવી (ભુખ ન લાગવી) જીભ દાર્જ થવી (બોલવામાં તકલીફ પડવી) સ્નાયુ અતિશય ઢીલા પડી જવા રકત મિશ્રિત એવા કફના બડખા પડવા માથુ ગરમ રહેવંુ ઉંઘ ઉડી જવી છાતીમાં દુઃખાવો થવો ગળામાં ખરખર અવાજ આવવો ચામડી પર રાતા અને કાળા ચાઠા થઇ આવવા ગળુ બેસી જવું આંતરડા પાકી ઉઠવા શ્વાસનળીમાં સોજો આવવો ફેફસાની શિરાઓ બંધ થવી સાંભળવાની સુઘવાની સ્વાદ અને સ્પર્શ શકિત નાશ પામવી આખા શરીરમાં સોયો ખોચ્યા જેવી નિરંતર પીડા અનુભવવી વગેરે આ તમામ લક્ષણો સનિપાત-અભિન્યાસ જવરના છે.જે કોરોનાને એકદમ મળતા આવે છ.ે

ગ્રંથમાં લક્ષણોના આધારે દવા (ઓસડીયા) પણ દર્શાવેલા છે. કાળીજીરી કફ અને ઉધરસ માટે અને કૃમી માટે પણ વપરાય છ.ે પોખરમૂળ-શ્વાસ સંબંધી તકલીફ માટે કફ વાયુ નાશક તાવ માટે શ્વાસ નળી અને ફેફસાના સોજા માટે વપરાય છ.ે

ત્રાપમાણ રકત શોધક તાવને નષ્ટ કરનાર માનસીક ભ્રમ તથા શરીરની દુર્બળતા હરનાર છે. સુઠ-પાચન અનેદિપન માટે અને ઉધરસ માટે ગળો ગળાને આર્યુવેદમાં અમૃત કહયો છે. તાવ અને રોગ પ્રતિકારક શકિત વધારવા માટે અતિ ઉતમ ઔષધ છ.ે સ્નાયુના દુખાવા માટે કફ-વાતથી થતા દુખાવા માટે દશમુળનો ઉપયોગ થાય છ.ે કચરો ગળાની તકલીફ માટે પિતદોષ માટે અને કૃમી માટેઆ ઔષધનો ઉપયોગ થાય છ.ે કાકડા શિગી ઉધરસ માટે અને તાવ માટે ધમાસો કોઇપણ વિષમ જવર જાર માટે અને ચકકર માટે રામબાણ ઇલાજ છે. સોટોડી ત્રીદોષ માટે ઉત્તમ ઔષધી છે.શરીર પર આવેલો સોજો ઉતારે છે અને રોગ-પ્રતિકારક શકિતનો શરીરમાં વધારો કરે છ.ે ભારંગી દમ (શ્વાસ) માટે ખાસ ઉપયોગી છે કૃમી ટી.બી. ફેફસાની બીમારી કફજવર માટે એરંડ મુળ જુલાબ માટે(પેટ સાફ)

આ બધા ઓસડીયાનો ગૌમુત્રની સાથે ઉકાળો બનાવી ઉપર જણાવેલ લક્ષણ વાળા દર્દીને જો શરૂઆતના તબકામાં આપવામાં આવે તો ખુબજ સારૂ પરીણામ મેળવી શકીએ છીએ.

ઉપરોકત તમામ વિગતની આયુષ મંત્રાલયમાં જાણ કરીને કોરોનાના દર્દીને આ ઉકાળો આપવાની મંજુરી પણ માંગેલ છે. મંજુરી મળી તો નિયમોને આધીન રહીને આ ઔષધીઓની ટેબલેટ કે કેપસૂલ ફોમમાં લોકો સુધી પહોંચાડવાની પણ તૈયારી છે.લોકોમાં આર્યુવેદનો વ્યાપ વધે તથા સરકાર અને પદાધીકારીઓ આમા રસ લેતો આ રેસીપી આપવાની પુરી તૈયારી છ.ે આ કામ માટે ગ્રંથની જરૂર પડે ત્યાં સ્વખર્ચ સેવા આપવા તત્પર છું. સરકાર હકારાત્મક અભિગમ અપનાવે તો આ મહામારીમાંથી બચી શકીએ એવો પુરેપુરો આત્મવિશ્વાસ છે, તેમ  દેસુરભાઇ વાંકે મો.૯૮રપ૩ ૧૬૧૦૪ જણાવ્યું હતું.

(4:27 pm IST)