Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બપોરે ૨:૪૫ વાગ્યાથી રાજકોટમાં ધોધમાર વરસાદ ચાલુ

કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર ટ્રફ સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય છે જેની અસરથી આગામી બે દિવસ વરસાદી એકટીવીટી જોવા મળશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨૭ : આ લખાય છે ત્યારે બપોરે ૨:૪૫ વાગ્યે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ, બફારો સહન કરી રહેલા શહેરીજનોને રાહત મળી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદી એકટીવીટી જળવાય રહે તેવુ હવામાન ખાતાએ જણાવ્યુ છે.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છવાયેલ ટ્રફ સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહ્યુ છે. જેની અસરથી આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જો કે ભારે કે સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. છુટાછવાયા સ્થળોએ વરસી જાય.  એકાદ બે જગ્યાએ બે થી ત્રણ ઈંચ જેટલો પણ વરસી જવાની સંભાવના છે. ટ્રફવાળી સિસ્ટમ્સ ભારે નથી તેમ છતાં સીબી કલાઉડની અસરથી કોઈ કોઈ જગ્યાએ વરસી જાય.

દરમિયાન રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો અસહ્ય બફારાનો અનુભવ કરી રહ્યા છે. કોઈ કોઈ જગ્યાએ કયારેક હળવો વરસી જાય છે.

(3:59 pm IST)