Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

શહેર ભાજપમાં ૬ ભૂતપૂર્વ વચ્ચે એક અભૂતપૂર્વ પ્રમુખ

સેવન સ્ટારઃ આજે ભાજપના નવા કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે વર્તમાન શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને ૬ ભૂતપૂર્વ પ્રમુખો ઉપસ્થિત રહેલ ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ તેની નોંધ લીધેલ. ૬ પૂર્વ પ્રમુખોમાં ભીખાભાઇ વસોયા, ગોવિંદભાઇ પટેલ, જીતુભાઇ શાહ, ધનસુખ ભંડેરી, કમલેશ જોષીપુરા અને નીતિન ભારદ્વાજનો સમાવેશ થાય છે. એકતાની તસ્વીરી કૃતિમાં દેખાતા આ સાતેયની પ્રકૃતિ અલગ છે. સાતેયને ભેગા સાંભળવાથી ઘણુ માણવા મળે અને અલગ અલગ સાંભળવાથી ઘણુ 'જાણવા' મળે ! (પ્રેમ ભેગા કરે છે , આ છે એકતાનો રૂડો 'પ્રતાપ'!) વર્હમ નોખા કરે છે. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:57 pm IST)