Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પોલીસ બેડાના બહુચર્ચિત પી.આઇ. વાળાને એ.સી.બી.ના કેસમાં ફસાવવાના કાવત્રામાં બે પોલીસમેનના આગોતરા મંજુર

રાજકોટ, તા. ર૭ :  ગાંધીગ્રામના પી.આઇ.વાળાને એ.સી.બી.માં ફસાવાવના કાવત્રાના ગુન્હામાં પી.એસ.આઇ. જેબલીયા કોન્સ્ટેબલ રાઠોડ તથા કોન્સ્ટેબલ કરપડાના આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે માધાપર ચોકડી પાસે મહાવીર રેસીડેન્સીમાં રહેતા અંકિત બકુલભાઇ શાહની ફરીયાદ પરથી પી.એસ.આઇ. જેબલીયા તથા હેડ કોસ્ન્ટેબલ પ્રશાંત રાઠોડ તથા કોન્સ્ટેબલ પ્રતાપ કરપડા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધેલ અંકિતે ફરીયાદમાં જણાવ્યું હતું કે તા. ૧૮-૬-ર૦ર૦ના રોજ અમારા ઘરના પાર્કિંગમાં દારૂની રેડપાડી મારા મોટાભાઇ નમનથી કારમાંથી ર૮ બોટલ દારૂ કબજે કરેલ અને મારા ભાઇ નમનને પોલીસ શોધતી હતી ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટશેનના કોન્સ્ટેબલ પ્રશાંતભાઇ તથા પ્રતાપભાઇ મારા ઘરે આવી બળજબરીથી પરાણે મોટરસાયકલ ઉપર બેસાડી નાણાવટી ચોક ખાતે લઇ ગયેલ અને ત્યાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અગા. નોકરી કરતા પી.એસ.આઇ. જેબલીયા સફેદ કલરની કારમાં બેસાડી અને પી.એસ.આઇ. જેબલીયાએ કહેલ કે મારી તથા પ્રતાપભાઇની પી.આઇ.વાળાએ બદલી કરાવી નાંખી છે અને પ્રશાંતભાઇને પી.આઇ.વાળા સાથે વાંધો ચાલે છે જેથી ફરીયાદને ધમકી આપેલ ત્યારબાદ પી.એસ.આઇ. જેબલીયા તથા બન્ને પોલીસ કર્મચારીઓ વારંવાર ધમકી આપતા હોય મે તેઓ વિરૂધ્ધ હાલની ફરીયાદ કરેલ છે. આમ અંકિત શાહની ફરીયાદને આધારે ગાંધીગ્રામ પોલીસ પી.એસ.આઇ. જેબલીયા તથા બન્ને પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ અપહરણ કાવત્રુ ખોટો પુરાવો ઉભો કરવો તથા જાનથી મારી નાખવાની ધમકીનો ગુન્હો દાખલ કરેલ અને એ.સી.પી. ની રાહબરીમાં ગાંધીગ્રામ -રના પી.આઇ.ને આ ગુનાની તપાસ સોંપવામાં આવેલે.

આ ગુનો નોંધાયા બાદ પી.એસ.આઇ. જેબલીયા તથા બન્ને પોલીસ કર્મચારીઓ એ તેના વકીલ રઘુવીર આર.બસીયા મારફત કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના આગોતરા જામીન સંબંધી ચુકાદાઓ અને તેમાં પ્રસ્થાપિત કરેલ માર્ગદર્શક સિધ્ધાંતોની વિસ્તૃત છણાવટ કરેલ જે તમામ દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે પી.એસ.આઇ. જેબલીયા તથા હે. કોન્સ્ટેબલ પ્રશાંતભાઇ રાઠોડતથા કોન્સ્ટેબલ પ્રતાપભાઇ કરપડાના આગોતરા જામીન મંજુર કરાવાનો હુકમ કરેલ છે. આ કામે પી.એસ.આઇ. જેબલીયા તથા પ્રશાંતભાઇ રાઠોડ તથા પ્રતાપભાઇ કરપડા વતી એડવોકેટ રઘુવીર આર. બસીયા રોકાયેલા હતાં.

(3:44 pm IST)