રાજકોટ તા. ર૭ :.. શહેરમાં હવે કોરોનાં બેફામ બન્યો છે. દરરોજનાં પ૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે હવે મ્યુ. કોર્પોરેશન દ્વારા સર્વે-ટેસ્ટીંગ-ટ્રેસીંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની ઝૂંબેશાત્મક કાર્યવાહી શરૂ કરી આગામી ૧પ દિવસમાં કોરોનાં કેસ કાબુમાં લઇ રિકવરી રેટ વધારવાં કવાયત શરૂ કર્યાનું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
આ અંગે શ્રી અગ્રવાલે વિસ્તૃત માહિતી આપતાં જણાવેલ કે લોકડાઉન સુધી માત્ર જંગલેશ્વર પુરતા જ કોરોનાં કેસ મળતા હતાં. પરંતુ અનલોક થયા બાદ શહેરભરમાં કોરોનાં સંક્રમણ થવા લાગ્યુ છે અને છેલ્લા અઠવાડીયાથી રોજનાં ૩૦ થી પ૦ કેસ મળવા લાગ્યા છે.
આથી સ્થિતીએ ૯૩પ જેટલાં લોકો સારવારમાં છે. આ સંખ્યામાં હજુ વધારો થશે કેમ કે હવે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે.
મ્યુ. કમિશનરશ્રીએ આગામી ૧પ દિવસમાં કોરોનાં કાબુમાં લેવા માટેની સ્ટેટેજી જાહેર કરતાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ શહેરમાં ધનવંતરી રથ મારફત અને આશાવર્કર બહેનો મારફત પલ્સમીટરથી સર્વે કરવામાં આવે છે. આ પ્રકારે દરરોજ ૩૦૦થી વધુનો સર્વે થાય છે.
અને આ સર્વેમાં જે શંકસ્પદ મળે છે તેવા રોજનાં ર૦૦થી વધુ લોકોનું કોરોનાં ટેસ્ટીંગ થઇ રહ્યુ છે. અને તેમાંથી રોજનાં ૩૦ થી પ૦ જેટલાં કોરોનાં પોઝીટીવ મળી રહ્યા છે. આ પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેન્ટમાં આવેલા ૧૦૦ જેટલા વ્યકિતઓનું ટ્રેસીંગ કરીને તેઓને હોમ કોન્ટાઇન કરવામાં આવે છે. આ પ્રકારે રોજનાં પ૦૦થી વધુને હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે.
૧૧ હજાર લોકો કોરન્ટાઇન
શ્રી અગ્રવાલે જણાવ્યુ હતું કે હાલની સ્થીતીએ શહેરમં ર૧,૮૮૧ લોકો કોરન્ટાઇનની સ્થિતિમાં છે.
સમરસ કોવિડ સેન્ટરમાં ૧૧૯ સારવારમાં
શ્રી અગ્રવાલે જણાવેલ કે કોરોનાનાં માઇલ્ડ એટલે કે ઓછી અસરવાળા લોકોને સરમરસ હોસ્ટેલમાં રાખીને સારવાર અપાઇ રહી છે જેમાં ૧૧૯ લોકો આજની સ્થિતિએ સારવાર લઇ રહ્યા છે.
ઘરે રહી સારવાર માટે કોલ સેન્ટર
શ્રી અગ્રવાલે કોરોનાનાં લક્ષણો ધરાવતાં ન હોવા છતાં પોઝીટીવ આવનારા લોકો માટે ઘરે રહીને સારવાર માટે કાલથી હોમ આઇસોલીશનની સુવિધા શરૂ કરાશે આ માટે મ્યુ. કોર્પોરેશન ખાતે કોલ સેન્ટર ઉભુ
થશે જેમાં એમ. ડી. સહિતનો તબીબ સ્ટાફ રખાશે.
જો કે એવા લોકોને હોમ આઇસોલેશન અપાશે. જેઓનાં ઘરે અલગ રૂમ -અલગ ટોઇલેટ - બાથરૂમ અને દર્દીની સારસંભાળ લઇ શકે તેવા વ્યકિતને જ અપાશે.
તંત્ર દ્વારા કોલ સેન્ટર મારફત હોમ આઇસલોલેટેડ દર્દીને ઘરે જઇ સારવાર નહી અપાય પરંતુ દરરોજ બે થી ત્રણ વખત ફોન કરીને તબીયતની જાણકારી મેળવાશે અને જરૂરી તબીબી સલાહ અપાશે. અને જો આવા દર્દીની તબીયતમાં સુધારો ન થાય તો હોસ્પીટલઝ કરાશે.
સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ર૪૬ સંક્રમીત
કોરોનાં સંક્રમણનાં ઝોનવાઇઝ આંકડાઓ જાહેર થયા મુજબ ઇસ્ટ ઝોનમાં આજે સવારની સ્થીતિએ ૮૭ લોકો વેસ્ટ ઝોનમાં ર૩૬ લોકો અને સેન્ટ્રલ ઝોનમાં ર૪૬ લોકો કોરોનાં સંક્રમીત થયા છે.
૮૦ ટકા રાજકોટમાં સંક્રમણ ફેલાઇ ગ્યુ
શહેરમાં આજની સ્થિતીએ ૮૦ ટકા વિસ્તારો સુધી કોરોનાં અડી ગયો છે. જે વોર્ડમાં વધુ દર્દીઓ જોવા મળ્યા છે. તેમાં ૧૬, ૧૪, ૭, ૩, ૯, ૧ર, ૧૧, ૧૩, ૧૭ અને ૮ વગેરેનો સમાવેશ થાય છે.
આમ હવે કોરોનાની સ્પીડ રોકવા મ્યુ. કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકોનો સર્વે કરવો, ટેસ્ટીંગ વધારવું અને કોરન્ટાઇન કરી કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાની ટેકનીકલ થીયરીની ઝૂંબેશાત્મક કામગીરી શરૂ કરાઇ છે જેથી આગામી ૧પ દિવસમાં કોરોનાં કાબુમાં આવી જવાથી આશા મ્યુ. કમિશનરે વ્યકત કરી છે. (પ-૧૭)
કોરોનાં માટે ૧૮ વોર્ડ પ્રભારી અધિકારીની નિમણુંકઃ દરરોજની સ્થીતીની સમીક્ષા
રાજકોટ : કોરોનાં સંક્રમણ કાબુમાં લેવાની ટેકનીકલ થીયરી મુજબ દરેક વોર્ડમાં કામગીરી બરાબર થાય છે કે કેમ ? તેની વોર્ડ વાઇઝ સમીક્ષા કરવા માટે દરેક વોર્ડમાં કલાસ-૧ અધિકારીની વોર્ડ પ્રભારીઓની નિમણુંક કરાઇ છે. જેની નામાવલી આ મુજબ છે.
ક્રમ
|
અધિકારીનું નામ
|
હોદો
|
વોર્ડ નં.
|
૧
|
ઉદિત અગ્રવાલ, આઇએએસ
|
મ્યુનિસીપલ કમિનશરશ્રી
|
૦૭
|
ર
|
બી. જી. પ્રજાપતિ,આઇએએસ
|
નાયબ કમિશનરશ્રી (ઇસ્ટઝોન)
|
૦ર
|
૩
|
સી. કે. નંદાણી
|
નાયબ કમિશનરશ્રી(સે.ઝોન)
|
૧૦
|
૪
|
બી. યુ. જોષી
|
એડી.સીટી. એ.(સ્માર્ટ સીટી સેલ)
|
૧૧
|
પ
|
એ. એમ. મિત્રા
|
સીટી એન્જી. (સ્પે.) હાઉસીંગ
|
૧૭
|
૬
|
એચ. યુ. દોઢીયા
|
સીટી એન્જી.(સ્પે.) (ઇસ્ટ ઝોન)
|
૦પ
|
૭
|
આર. બી. ઝાલા
|
સુરક્ષા અધિકારીશ્રી
|
૦૬
|
૮
|
એચ. કે. કગથરા
|
સહાયક કમિશનરશ્રી
|
૧પ
|
૯
|
એચ. આર. પટેલ
|
સહાયક કમિશનરશ્રી
|
૦૩
|
૧૦
|
જે. પી. રાઠોડ
|
ઇ.ચા. સહાયક કમિશનરશ્રી
|
૧૪
|
૧૧
|
વી. એસ. પ્રજાપતિ
|
ઇ. ચા. સહાયક કમિશનરશ્રી
|
૧૬
|
૧ર
|
કે. ડી. હાપલીયા
|
ડાયરેકટશ્રી (પાર્કસ એન્ડ ગાર્ડન)
|
૦૮
|
૧૩
|
એન. આર. પરમાર
|
પર્યાવરણ ઇજનેરશ્રી
|
૧૮
|
૧૪
|
એ. એલ. સવજીયાણી
|
ચીફ એકાઉન્ટન્ટશ્રી
|
૦૯
|
૧પ
|
બી. આર. જાકાસણીયા
|
વેટરનરી ઓફીસરશ્રી
|
૦૪
|
૧૬
|
આર. કે. હીરપરા
|
ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી
|
૧ર
|
૧૭
|
બી. જે. ઠેબા
|
ઇ.ચા. ચીફ ફાયર ઓફીસરશ્રી
|
૧૩
|
૧૮
|
બી. ડી. જીવાણી
|
ઇ.ચા.એડી.સીટી એન્જિ.(રોશની)
|
૦૧
|
ખાસ 'ઇન-હાઉસ' મોબાઇલ એપ્લીકેશન દ્વારા કોરોનાં પોઝીટીવનાં કોન્ટેકટ ટ્રેસીંગ
રાજકોટ : કોરોનાં પોઝીટીવ દર્દીનાં કોન્ટેકટનું ટ્રેસીંગ કરવા ખાસ મોબાઇલ એપ 'ઇન હાઉસ' મ્યુ. કોર્પોરેશને બનાવી છે. જેનાં દ્વારા ૪ કલાકમાં જ કોરન્ટાઇન્ટની કાર્યવાહી કરશે. ત્યારબાદ સેનેટાઇઝેશન કરાશે કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવી પોલીસ બંદોબસ્ત મુકી દેવાની વ્યવસ્થા છે.