Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે બીપીનભાઇ ઠેઠવાની નિમણૂંક

રસીકભાઇ ઝાલા મંત્રી : દિનેશભાઇ અને લાલજીભાઇ ઉપપ્રમુખ

રાજકોટ,તા.૨૭ : મોચી જ્ઞાતી સમાજ ટ્રસ્ટના નવા ટ્રસ્ટીમંડળ દ્વારા ચાર્જ વહીવટ સંભાળવામાં આવેલ છે. જેમાં પ્રમુખ તરીકે બીપીનભાઇ જેઠવા, મંત્રી રસીકભાઇ ઝાલા, ખજાનચી સુરેશભાઇ ચૌહાણ ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ ચૌહાણ, ઉપપ્રમુખ દિનેશભાઇ ચૌહાણ, ટ્રસ્ટી લાલજીભાઇ ગોહેલ અને ટ્રસ્ટી તરીકે દીવ્યેશભાઇ પરમારની નિમણુંક કરવામાં આવેલ છે. આ પ્રસંગે જ્ઞાતી અગ્રણી એસ.એન. ચૌહાણ, રમેશભાઇ ચાવડા, કિશોરભાઇ ચાવડા, બકુલભાઇ ચાવડા, વકીલ પિયુશભાઇ ઝાલા, ઉપરાંત પૂર્વ ટ્રસ્ટી મંડળમાં પૂર્વ પ્રમુખ નટવરલાલ ચૌહાણ, મગનભાઇ પઢીયાર, સુરેશભાઇ ચૌહાણ, નાથાભાઇ વાળા, હરીભાઇ વાજાર અને રસીકભાઇ ઝાલા અને ભીખાભાઇ ચુડાસમા ઉપસ્થિત રહેલ.

(2:45 pm IST)