Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

નાના મવા ભીમનગરના યોગેશે રેલનગરમાં બીજી પત્નિ પાસે જઇ ગળાફાંસો ખાઇ લીધો

પ્રથમ પત્નિ સાથે માથાકુટ થતાં પગલુ ભર્યાનું બીજી પત્નિનું કથનઃ બીજી પત્નિએ બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો

રાજકોટ તા. ૨૭: નાના મવા રોડ ભીમનગરમાં રહેતાં યોગેશભાઇ ગોરધનભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) નામના યુવાને રાત્રીના એકાદ વાગ્યે રેલગનર સાધુ વાસવાણી કુંજ રોડ પર નવા બની રહેલા મકાનોની સાઇટ પર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેની બીજી પત્નિ લલીતા જોઇ જતાં તેણે બૂમાબૂમ કરતાં બીજા મજૂરો એકઠા થઇ ગયા હતાં અને તેને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

યોગેશભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં ત્રીજો છે અને કડીયા કામની મજૂરી કરે છે. તેની પ્રથમ પત્નિનું નામ મનિષા છે અને સંતાનમાં ત્રણ પુત્રી છે. એકાદ વર્ષથી તેને સાથે કડીયા કામ કરતી ઓરિસ્સાની લલીતા સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે પણ પતિ તરીકે રહે છે. હાલમાં રેલનગરની સાઇટ પર લલીતા રહે છે. તેણીએ કહ્યું હતું કે રાતે યોગેશ નશો કરીને આવ્યો હતો અને પ્રથમ પત્નિ સાથે ઝઘડો થયાનું તેણે રટણ કર્યુ હતું. તેને મેં શાંત પાડી પરાણે જમાડ્યો હતો અને બાદમાં સુવડાવી દીધો હતો.

રાતે એકાદ વાગ્યે મારી ઉંઘ ઉડતાં તે લટકતો જોવા મળતાં મેં તેના પગ પકડી લીધા હતાં અને બૂમો પાડતાં બીજા મજૂરો ભેગા થઇ જતાં તેને નીચે ઉતારી લીધો હતો. પ્ર.નગર પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:07 pm IST)
  • સપ્ટેમ્બરમાં ગુજરાતની ૮ બેઠકો માટે યોજાઈ શકે છે પેટાચૂંટણી : ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક : કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યને મળી શકે છે ભાજપની ટીકીટ access_time 5:34 pm IST

  • શેર બજારમાં મોટું પરિવર્તન આવે છે : સેબીએ 'ડાયરેકટર માર્કેટ એકસેસ સીસ્ટમ્સ' ડેવલપ કરી : આ સિસ્ટમ્સ દ્વારા રોકાણકાર (ઈન્વેસ્ટર) હવે શેર દલાલ (સ્ટોક બ્રોકર)ને બદલે સીધા ૪ સ્ટોક એકસચેન્જમાંથી ટ્રેડ કરી શકશે access_time 12:36 pm IST

  • દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો : કેજરીવાલ સરકારનો હવે આર્થિક એક્શન પ્લાન : છેલ્લા 4 માસથી બંધ હોટલો આવતા સપ્તાહથી ખુલ્લી મુકાય તેવી શક્યતા : હોટેલ રેસ્ટોરન્ટ એશોશિએશન સહીત જુદા જુદા ધંધાર્થી સંગઠનો સાથે વિચાર વિનિમય ચાલુ access_time 1:34 pm IST