Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સ્કલોરશીપ હાજર છેઃ હાર્ડવર્કની સાથે-સાથે સ્માર્ટવર્ક કરો અને સફળતા મેળવો

ગ્રેજયએશન કરવા માંગતા અનાથ, અર્ધઅનાથ તથા બેઘર વિદ્યાર્થીઓ, એગ્રીકસ્ચર અને એલાઇડ સાયન્સ ક્ષેત્રમાં પોસ્ટ ડોકટરલ તથા MBA કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ ઉપલબ્ધ

રાજકોટ તા. ર૭ : હાલના ટેકનોલોજી, માહિતી તથા જ્ઞાનના સમયમાં દિવસે-દિવસે એજયુકેશન તથા રીસર્ચનું મહત્વ ખૂબ વધતું જાય છે. ઉજ્જવળ કારકિર્દી બનાવવા હાર્ડવર્કની સાથે-સાથે સ્માર્ટવર્ક પણ એટલું જ જરૂરી છે. આ બધાં વચ્ચે જો ઉપયોગી સ્કોલરશીપનો પણ સહયોગ મળે તો ચોક્કસપણે સોનામાં સુગંધ ભળી જાય. અલગ-અલગ અભ્યાસ કરવા તથા શૈક્ષણિક લાયકાત મેળવવા હાલમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શિષ્યવૃતિ ઉપલબ્ધ છે.જેની ઉપર એક નજર કરીએ તો....

. ધ દલાઇ લામા ટ્રસ્ટ અંડર ગ્રેજ્યુએટ સ્કોલરશીપ ર૦ર૦ અંતર્ગત અનાથ, બેઘર તથા અર્ધઅનાથ (એકવાલી હોય તેવા) બાળકો કે જેઓ ગ્રેજ્યુએશન કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ પાસેથી તિબેટીયન ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ફંડના શિક્ષણ વિભાગ દ્વારા શિષ્યવૃતિ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

- અરજી કરવા માટેની પાત્રતા

તેજસ્વી તથા સારા આચરણવાળા અને અંડર ગ્રેજ્યુએશન ડીગ્રી પ્રોગ્રામમાં એડમીશન લીધેલ હોય તે વિદ્યાર્થીઓ  અલગ-અલગ લાભ આપતી આ સ્કોલરશીપ માટે તારીખ ૩૧/૭/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ D LT4

. ઇન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઇન્સ્ટીટયુટ (IARI) પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ICAR-ઇન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઇન્સ્ટીટયુટ (IARI) દ્વારા પી.એચ.ડી.થયેલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ પ્રોગ્રામ અંતર્ગત એગ્રીકલ્ચર તથા એલાઇડ સાયન્સમાં રસ ધરાવતા તેજસ્વી ઉમેદવારોને ઉચ્ચ કક્ષાનું રીસર્ચ કરવા માટે તક મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

ભારતના નાગરિકો કે જેેઓનેે ICAR-AU સિસ્ટમનો અનુભવ હોય, સાયન્ટીસ્ટ કે તેના સમકક્ષ સ્થાન ઉપર ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોય તથા જેની ઉંમર ૪૦ વર્ષથી નીચે હોય તેઓ ૩૦/૭/ર૦ર૦ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન સિવાય પોસ્ટ દ્વારા પણ અરજી મોકલવી. સરનામું: ડીન, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કુલ, IARI, નવી દિલ્હી-૧૧૦૦૧ર.

ફેલોશીપ માટે પસંદ થનાર ઉમેદવારોને ૭પ હજાર રૂપિયા માસિક માનદ્ વેતન તથા ર લાખ રૂપિયા રીસર્ચ ગ્રાન્ટરૂપે મળવા પાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ ARI7

. IDFC ફર્સ્ટ બેન્ક MBA સ્કોલરશીપ ર૦ર૦-રર અંતર્ગત બેન્ક દ્વારા MBA કરતા ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપવામાં આવે છે દેશમાં પસંદગીના ૧પ૦ સ્થળો-સંસ્થાનોમાં ભણતા વિદ્યાર્થીઓ MBA પુરૂ કરી શકે તે આ સ્કોલરશીપનો ઉદેશ્ય છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીઓ કે જેઓએ ચાલુ શૈક્ષણિક સત્રમાં MBA ના પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હોય તથા જેઓના પરિવારની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયા સુધીની હોય, તેઓ તારીખ ૩૧/૭/ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ટયુશન ફી માટે પ્રતિવર્ષ એક લાખ રૂપિયા બેવર્ષ સુધી અભ્યાસ દરમ્યાન પ્રાપ્ત થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/  IFM52

હાલના ઉચ્ચ શિક્ષણ તથા માહિતી-જ્ઞાનના મહત્વ વચ્ચે ગ્રેજ્યુએશન માટે, પોસ્ટ ડોકટરલ માટે કે પછી MBA કરવા માટે ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે. યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(9:29 am IST)