Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

શિક્ષણ સમિતિની શાળાઓમાં સાડા પાંચ હજાર બાળકોનો પ્રવેશ

ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉલ્લાસભેર સંપન્ન

રાજકોટ તા. ર૭: નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ ૮૪ પ્રાથમીક શાળાઓમાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા કુલ ૩રપ૮ ભૂલકાઓનું ધોરણ-૧ માં અને કુલ ર૩૬૯ ભુલકાઓનું આંગણવાડીમા નામાંકન થયુ. ત્રણ દિવસ દરમિયાન કુલ ૮ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો. શાળામાં નવા પ્રવેશ પામેલ નાના ભુલકાઓ માટે ભેટ સ્વરૃપે રોકડ રૃા. ૧૯,૦૦૦ અને વસ્તુ સ્વરૃપે રૃા. ૯,પપ,૭૪પ નો લોક સહયોગ પ્રાપ્ત થયો.

આ તકે બાળકોનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરિટસિંહ પરમારના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં મેયર પ્રદિપભાઇ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા મોરચા અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, શહેર મહામંત્રી કિશોરભાઇ પરમાર, નરેન્દ્રસિંહ ઠાકુર તથા જીતુભાઇ કોઠારી, સુરેન્દ્રનગર પ્રભારી નિતિનભાઇ ભારદ્વાજ, ભાવનગર પ્રભારી કશ્યપભાઇ શુકલ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા, શહેર ભાજપના તમામ હોદ્ેદારો, મ્યુ. કમિશનર અમિત અરોરા (આઇએએસ), ગુજરાત ઇંકોલોજી કમિશનના મેનેજર ઇશ્વરભાઇ દેસાઇ, સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ ડો. ગીરીશ ભિમાણી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, શિક્ષણ ભવન અધ્યક્ષ ડો. ભરત રામાનુજ, રા.મ્યુ.કો.ના આસિ. કમિશનરશ્રીઓ અને અન્ય અધિકારીઓ તેમજ નગરપ્રાથમીક શિક્ષણ સમિતીના વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા તથા શિક્ષણ સમિતીના તમામ સદસ્યોની પ્રવેશોત્સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્થિત રહી હતી.

સમગ્ર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા યુ.આર.સી. દિપકભાઇ સાગઠીયા (મો.૯૯૭૪૬ ૯પર૭૧) શૈલેષભાઇ ભટ્ટ (મો. ૯૩૭પ૯ ૪૮૪૯૯) અને મનીષાબેન ચાવડા, કેળવણી નિરિક્ષકો, આચાર્યશ્રીઓ, સી. આર.સી.કો.ઓર્ડીનેટરો શિક્ષકો, વિવિધ કમિટીના સભ્યો, શિક્ષણ સમિતિ સ્ટાફ પરિવાર તેમજ સમગ્ર શિક્ષા સ્ટાફ ટીમને શિક્ષણ સમતિ ચેરમેને અભિનંદન પાઠવ્યા હતા.

(4:52 pm IST)