Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

યુવા ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં રકતદાન કેમ્પ

પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા ઘ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિતે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હોય, તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને આ રકતદાન કેમ્પો થકી ૧૦૦૦થી વધુ બોટલ  રકત એકત્ર કરવામાં આવેલ. યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં વિવિધ વોર્ડમાં રકતદાન કેમ્પ યોંજાયેલ આ રકતદાન કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદિપ ડવ, ડો. ધનસુખ ભંડેરી,  નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત, વિનુભાઈ ઘવા,  સુરેન્દ્ર્રસિંહ વાળા, પ્રદેશ યુવા મોરચાના મંત્રી અને રાજકોટ યુવા મોરચાના પ્રભારી નિલેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ રમતગમત સેલના સંયોજક પૃથ્વીસિહ વાળા સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરી રકતદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે વિવિધ વોર્ડમાં વોર્ડના પ્રભારી, વોર્ડપ્રમુખ– મહામંત્રી, મોરચા–સેલના પ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા યુવા મોરચાના જયકીશન ઝાલા, પ્રવીણ સેગલીયા, સહદેવસિહ ડોડીયા, કરણ સોરઠીયા, ગૌરવ મહેતા તેમજ વોર્ડના યુવા મોરચાના પ્રમુખ– મહામંત્રી, શહેર કારોબારી તેમજ બહોળી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.   તેમજ હવે તા.ર૯ ના શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા વોર્ડ નં.૧૦,૧૧, ૧પ,૧૬ અને ૧૮ માં રકતદાન કેમ્પ યોજાશે એમ યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(4:47 pm IST)