Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ભાજપ મહિલા મોરચા દ્વારા સદસ્‍યતા અભિયાન

રાજકોટ : રાષ્‍ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસાર દેશભરમાં પ્રાથમિક સદસ્‍યતા અભિયાનનો પ્રારંભ થયેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ મોરચા અને સેલ દ્વારા પ્રાથમિક સદસ્‍યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલની આગેવાનીમાં મહિલા મોરચા દ્વારા શહેરની વિવિધ શાકમાર્કેટો ખાતે પ્રાથમિક સદસ્‍યતા અભિયાન યોજાયું હતું. આ તકે ડો. દર્શીતાબેન શાહ સહિતના મહિલા આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. બહેનોએ મોટી સંખ્‍યામાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્‍ય બની આનંદની લાગણી વ્‍યકત કરી હતી.

(4:39 pm IST)