Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

તંત્ર ન જાગ્‍યુ, અંતે કુંભારવાડાની દીવાલ ધરાશયી

કુંભારવાડા શેરી નં. ૧૪ ખાતેની પોલીસ લાઇનની દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત અને પડુ પડુ હાલતમાં હતી. આ બાબતે તંત્રને અનેક વખત રજુઆતો કરી ધ્‍યાન દોર્યુ હોવા છતા ધ્‍યાન અપાયુ નહી, અને અંતે આ ચોમાસાના વરસાદે દીવાલ તુટી પડી હોવાનું પેન્‍શનર સમાજના અગ્રણી એમ. એ. પંજા (મો.૮૪૦૧૯ ૩૦૫૧૪) એ એક યાદીમાં જણાવેલ છે. જો કે સદ્દનશીબે કોઇને ઇજા થઇ નથી. પરંતુ તંત્રની નીંભરતાનું આ ઉદાહરણ હોવાનું તેઓએ જણાવેલ છે. 

(4:30 pm IST)