Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બુધવારે મવડી ગામમાં મહારકતદાન કેમ્‍પ

ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ભાજપ યુવા મોરચો અને મારૂતિનંદન મંદિર ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા : સાધુ, સંતો, મહાનુભાવોની ઉપસ્‍થિતિ : એક હજાર રકતની બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ

રાજકોટ :  શહેર ભાજપે વોર્ડ નંબર ૧૧ તથા શ્રી મારુતિનંદન મંદિર ચેરિટેબલ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે એક ભવ્‍ય રકતદાન કેમ્‍પનુ આયોજન કરવામાં આવ્‍યુ છે થેલેસેમિયાથી પીડાતા બાળકો અને જરૂરીયાતમંદો માટે આગામી તા. ૨૯ ને બુધવારે સવારે ૭ કલાકથી બપોરે ૪ વાગ્‍યા સુધી સોરઠીયા પરિવારની વાડી મવડી બાયપાસ રોડ રાજકોટ ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

આ મહામુલા અવસરનું દીપ પ્રાગટય સવારે ૧૦ વાગ્‍યે પુજય સદ્ગુરુ સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામી (સ્‍વામીનારાયણ મંદિર સરધાર) ના હસ્‍તે કરવામાં આવશે. આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ વિશેષ અતિથી તરીકે ડો. ભરતભાઇ બોધરા ઉપાધ્‍યક્ષ ભાજપ, અરવિંદભાઇ રૈયાણી મંત્રી, મોહનભાઇ કુંડારીયા સાંસદ સભ્‍ય રામભાઇ મોકરીયા સંસદ સભ્‍ય ગોવિંદભાઇ પટેલ ધારાસભ્‍ય, પ્રશાંતભાઇ કોરાટ પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ યુવા મોરચો, ઉદયભાઇ કાનગડ- પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચો, મેયર પ્રદીપભાઇ  ડવ, શ્રી નીતિનભાઇ ભારદ્વાર્જ રાજકોટ શહેર ભાજપ અગ્રણી, રાજુ ભાર્ગવ પોલીસ કમિશ્નર શ્રી રાજકોટ ધારાસભ્‍યશ્રી જેતપુર જયેશભાઇ રાદડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર, જયેશભાઇ બોઘરા- ચેરમેન રાજકોટ માર્કેટિંગ યાર્ડ સાથે કમલેશભાઇ મીરાણી  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ કોરાટ મંત્રી કિશાન મોરચાના પ્રદેશ ભાજપ  પ્રમુખશ્રી કિશનભાઇ ટીલવા પ્રમુખ શ્રી રાજકોટ શહેર યુવા મોરચો, ધીરુભાઇ સોરઠીયા અગ્રણી ઉદ્યોગપતિ, ધનસુખભાઇ ભંડેરી-ભાજપ અગ્રણી, અધ્‍યક્ષ શ્રી સૌરાષ્‍ટ્ર SPG જશ્‍મીન પીપળીયા, રાજુભાઇ સોરઠીયા પ્રમુખ શ્રી મારુતિનંદન મંદિર ચેરીટેબલ ટ્રસ્‍ટ, મગનભાઇ સોરઠીયા - કોર્પોરેટર શ્રી વિનુભાઇ સોરઠીયા કોર્પોરેટર શ્રી, ખોડાભાઇ સોરઠીયા પ્રમુખ શ્રી સોરઠીયા પરિવાર. નવલભાઇ મેઘાણી પ્રમુખશ્રી મેઘાણી પરિવાર, જયેશભાઇ હરસોડા પ્રમુખ હરસોડા  ઉપસ્‍થિત રહેશે.

આ મહારકતદાન કેમ્‍પમાં નાથાણી બ્‍લડ બેન્‍ક, જીવનદીપ બ્‍લડ બેન્‍ક, ફિલ્‍ડ માર્શલ બ્‍લડ બેન્‍ક અને રેડ ક્રોસ બ્‍લડ બેન્‍ક સેવા આપશે. વધુ માહિતી માટે સંપર્ક ૯૭૫૬૩ ૧૧૧૧૧.

આયોજનમાં યુવા ભાજપ વોર્ડ નં.૧૧ પ્રમુખ અંકિત સોરઠીયા, યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, અંકિત સોરઠીયા, પંકજ સોરઠીયા, વિશાલ સોરઠીયા, વિ. જોડાયા છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:43 pm IST)