Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ભાતૃભાવ ઢાળઃ મીઠા મધુ ને મીઠા મેહુલા રે

ભાયુ કરો ભાવનો ઇ મેઘ મને ભીજવે રે લોલ,

ને રે હેત પ્રીતની પથરાય હરીયાળી જો... ભાયુ કરે

ગરજે મઘે ભાયના વાલપનો હૈયા વાદળે રે લોલ,

ને ટહુકે ઉર આંબલે કેહુક કેહુક મોર જો...ભાયુ કરો

મેઘ ધનુષ ભાયના રંગ પ્રેમ હૃદય રંગતુ રે લોલ,

ને ઇ રંગ પ્રેમ જાય છલકાવી નેણલા જો...ભાયુ કરો

સંધ્‍યા ખિલી ભાયના ઇ નેહની હેમવર્ણી રે લોલ,

ને ભાવ કેશરીયાં સમાય નૈ ‘‘પ્રવિણ'' દિલમાં જો...ભાયુ કરો

કવિ પ્રવિણ બી.શીંગાળા ‘પ્રવિણ'

મો. ૯૮૨૫૦ ૭૯૨૪૦ રાજકોટ

(5:11 pm IST)