Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઢેબર રોડ પરથી બેભાન મળેલા અજાણ્‍યા પ્રોૈઢનું મોત નિપજ્‍યું

વાલીવારસ હોય તો એ-ડિવીઝનનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૭: ઢેબર રોડ એસટી  બસ પોર્ટ પાસે ફૂટપાથ પરથી અજાણ્‍યા આશરે ૫૦ વર્ષના પુરૂષ ૨૩મીએ બેભાન મળતાં સિવિલ હોસ્‍પટલમાં ખસેડાયા હતાં. તેમનું ૨૫મીએ રાતે મોત નિપજ્‍યું છે. મૃતકે બ્‍લુ ટીશર્ટ અને બ્‍લુ લોઅર પહેરેલા છે. વાને ઘઉવર્ણા અને શરીરે પાતળા બાંધાના છે. માથાના વાળ સફેદ છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ એચ. એસ. નિમાવત અને એએસઆઇ આર. આર. સોલંકી વધુ તપાસ કરે છે.

(3:31 pm IST)