Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ગુલાબનગરમાં યુપીના રાહુલ ચૌહાણનો ફાંસો ખાઇ આપઘાત

મોટો ભાઇ ઘરે આવ્‍યો ત્‍યારે રાહુલ લટકતો જોવા મળ્‍યો : કારણ અકળ

રાજકોટ તા. ૨૭ : કોઠારિયા સોલવન્‍ટ પાસે આવેલા ગુલાબનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશનો હાલ કોઠારિયા સોલવન્‍ટમાં રોલેક્ષ કારખાના પાસે ગુલાબનગરમાં રહેતો રાહુલ ઉમેશભાઇ ચૌહાણ (ઉ.૧૮)એ રાત્રે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મોટો ભાઇ દીપક ઘરે આવ્‍યો ત્‍યારે રાહુલને બોલાવવા ગયો ત્‍યારે રૂમનો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતા તેણે ન ખોલતા દરવાજો તોડી અંદર રાહુલ લટકતી હાલતમાં જોવા મળતા દેકારો મચાવતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા રાહુલનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. જયદેવભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રાહુલ ઘર પાસે કરીયાણાની દુકાનમાં માતા અને મોટાભાઇ સાથે વેપાર કરતો હતો. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:10 pm IST)