Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાજકોટમાં યોજાયેલ લોક-અદાલતમાં ઇ-મેમાની રકમના દંડમાં રાહત અપાઇ નહી : જંગી રકમની વસુલાત

અકસ્‍માત વળતરના કેસોમાં રપ કરોડનું જંગી વળતર : ચેક રીટર્નના ૨૪૭૦ કેસોમાં સમાધાન : કુલ ર૪૪૧૮ કેસોનો નિકાલ કરાયોઃ ઇ-મેમાના કેસોમાં ૧ કરોડ ૮૦ લાખની વસુલાત : ઇ-મેમાના દંડની રકમ વસુલી રસીદો અપાઇ નહીઃ મહિલા ન્‍યાયાધીશો દ્વારા લોક અદાલતનું ઉદ્‌ઘાટન

રાજકોટ, તા., ૨૭: રાજકોટ શહેર-જીલ્લા કક્ષાની ગઇકાલે યોજાયેલ લોક અદાલતમાં કુલ ર૪૪૧૮ કેસોનો નિકાલ થયો હતો. તો અકસ્‍માત વળતરના કેસોમાં ૨૫ કરોડ જેવી જંગી રકમનું વળતર અપાયું હતું. તો બીજી બાજુમાં શહેરના દરેક લોકોને મુંઝવતા ઇ-મેમાના કેસોમાં પણ લોક અદાલતમાં ૧ કરોડ ૭૯ લાખ ૩૯૦૦ જેવી મોટી રકમની વસુલાત થયાનું જાણવા મળે છે.

લોક અદાલતમાં જે લોકોને મેમા મળેલ  તેઓએ મેમા મુજબ દંડની રકમ ભર્યાનું બહાર આવેલ છે. કોઇ રાહત લોકોને અપાઇ ન હતી. તેમજ જેઓએ મેમાની રકમ ભરેલ નથી તેઓ સામે હવે પોલીસ કેસ કરે છે કે કેમ? તે જોવાનું રહયું. છ માસ પહેલાના મેમાની રકમ વસુલ થઇ શકતી નથી તેવો વકીલોનો કાનુની મત છે. ત્‍યારે હવે જુના કિસ્‍સામાં પોલીસ ખાતુ કેવુ વલણ અપનાવશે તે જોવાનું રહયું.

વાહન ચાલકોને સીસીટીવી કેમેરાના આધારે આડેધડ મેમા અપાયા છે. આ અંગે રાજકોટની કોર્ટમાં કેસ પણ પેન્‍ડીંગ છે. છતા પોલીસ દ્વારા દંડની રકમની વસુલાત થઇ રહી છે.

ગઇકાલે યોજાયેલ લોક અદાલત ઇ-મેમાને લગતા ૨૩૫૦૭ કેસો ફેંસલ થયા  હતા. જેમાં ૧ કરોડ ૮૦ લાખ જેવી રકમની વસુલાત કરાયાનું જાણવા મળે છે.

દરમ્‍યાન ટ્રાફીક પોલીસ દ્વારા આગામી ૧૫ દિવસો સુધી ઇ-મેમા ઇસ્‍યુ નહી કરાઇ તેવી જાહેરાત કરેલ છે. ધારાસભ્‍ય ગોવીંદભાઇ પટેલે પણ આ બાબતે સરકારમાં રજુઆત કરી હતી. ત્‍યારે ઇ-મેમાના દંડની મોટી રકમની વસુલાતનો પ્રશ્ન કાયમી રહેવાનો હોય લોકોમાં મોટી રકમના દંડથી ભારે નારાજગી જોવા મળી છે.

અદાલતમાં છેલ્લા છ માસના પેન્‍ડીંગ ઇ-મેમાં નહી ભરનાર વાહનચાલકો સામે જ એનસી કેસો મુકાવાના હતા. પરંતુ ટ્રાફીક બ્રાન્‍ચ  બુધ્‍ધીપુર્વકની સ્‍પષ્‍ટતા પ્રેસનોટમાં નહી કરતા છ માસ પહેલાના પણ પેન્‍ડીંગ ઇ-મેમાની રકમ નહી ભરનાર વાહન ચાલકોની બીજા દિવસથી દંડ ભરવા માટે ટ્રાફિક બ્રાન્‍ચની ઓફીસમાં કતારો લાગી હતી.

જેને કારણે ટ્રાફિક બ્રાન્‍ચે લાખો રૂપિયાનો દંડ વસુલી લીધો હતો. જયારે દંડની રકમ નહી ભરનાર વાહનચાલકો સામે આજે લોક અદાલતમાં કેસો મુકાનાર હતાં. જેથી વાહન ચાલકોએ લોક અદાલતમાં પહોંચી સમાધાન શુલ્‍કની રકમ ભરપાઇ કરી દીધી હતી.

ટ્રાફિક બ્રાન્‍ચે જારી કરેલી યાદીમાં જણાવ્‍યું છે કે ગઇ તા. ૧૭ જુનથી તા. ર૬ મી જુન સુધીમાં કુલ ર૩૪૧૮ વાહનચાલકો પાસેથી ઇ-મેમા પેટે રૂા. ૧.૭૮ કરોડ દંડની રકમ વસુલાઇ છે.

આજે સવારે યોજાયેલી લોક અદાલતમાં વાહન ચાલકો પાસેથી દંડની રકમ લઇ બદલામાં તેમને કોઇ રસીદ નહી આપવામમં આવી રહ્યાની ફરીયાદી ઉઠી હતી. ટ્રાફિક બ્રાન્‍ચે યાદીમાં આવા વાહનચાલકોને ટ્રાફિક બ્રાન્‍ચની ઓફીસ ખાતેની રસીદ મેળવી લેવા જણાવ્‍યું છે.

તેની સાથે સાથે આગામી એક સપ્તાહ સુધી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ઇ-મેમો ઇસ્‍યુ નહી કરવાની જાહેરાત કરી આ મુદત પુરી થયા બાદ વધુ કડકાઇ દાખવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

ગઇકાલે તા.ર૬ના રોજ રાષ્‍ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્‍ટ્રીય કાનુની સેવા સતા મંડળ, ન્‍યુ દિલ્‍હીના આદેશ મુજબ સમગ્ર રાષ્‍ટ્ર લેવલે કરવામાં આવેલ. તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, ન્‍યુ દિલ્‍હીના આદેશ મુજબ સમગ્ર રાષ્‍ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સતા મંડળ, જીલ્લા ન્‍યાયાલય રાજકોટ દ્વારા પણ ઉત્‍કર્ષ ઠાકોરભાઇ દેસાઇ સાહેબ, ચેરમેન, જીલ્લા કાનુની સેવા સતામંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્‍વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં આજ રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.

સદરહું લોક અદાલતનું ઉદઘાટન રાજકોટના જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ અને સીવીલ જજ નેહા જોષીપુરા  મેડમ, એ.પી.દવે મેડમ, એસ.વી.મુદલીયાર મેડમ, નેહા રૂતુસરીયા મેડમ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. સદરહું ઉદઘાટન પ્રસંગે રાજકોટ હેડ કવાર્ટરના તમામ ન્‍યાયાધીશ બાર એસોસીએશનના પ્રમુખ, તમામ હોદેદારો, જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો, એડવોકેટશ્રીઓ, પીજીવીસીએલના તેમજ વિવિધ બેંકના અધિકારીશ્રીઓ તેમજ પક્ષકારો ઉપસ્‍થિત રહેલ હતા.

આ પ્રસંગે ૧૧માં અધિક સીવીલ જજ નેહા જોષીપુરા મેડમ તથા રાજકોટના ૮ માં અધીક સીવીલ જજ એ.પી.દવે મેડમે લોક અદાલતમાં થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઇ રીતે મદદરૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયાં કયાં પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપેલ. વધુમાં એડી.સેસન્‍સ જજ શ્રી એસ.વી.શર્માએ અકસ્‍માત વળતરના કેસો વધારેમાં વધારે કેસોનો નિકાલ થાય તે માટે આશા પાઠવી હતી. તેમજ એડી. સીની. સીવીલ જજ શ્રી બી.કે.દસોન્‍દીએ ચેક રીટર્નના કેસો વધારેમાં વધારે સફળતા પુર્વક સમાધાનથી નિકાલ થાય છે તે માટે આશા પાઠવી હતી.

આજના દિવસે વિવિધ પ્રકારના પેન્‍ડીંગ કેસો તથા પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૪૬૩૮૧ કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાંથી આજ રોજ  મોટર અકસ્‍માત વળતરના કુલ પ૪૦ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ છે. જેમાં રૂા.ર૪,પ૯,૩૦,૨૮૪  જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ ચેક રીટર્નના કુલ ૨૪૭૦ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમાં રૂા.પ,૪૪,૫૭,૮૭૭ જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ લગ્ન વિષયક  તકરાર અંગેના ૩૩૪ કેસોમાં સમાન રાહે નિકાલ થયેલ. વધુમાં આજ રોજ પ્રિ-લીટીગેશન તથા ઇ-મેમો સાથેના કેસો કુલ ૨૪૪૧૮ કેસોનો પ્રિ-લીટીગેશનમાં નિકાલ થયેલ છે. જેમાં કુલ રૂા. ર,૭૧,૭ર,૬૮૬ જેટલી રકમનું સમાધાન થયેલ. આમ આજના દિવસે આ તમામ કેસો મળી કુલ ૩૬૫૪ પેન્‍ડીંગ કેસો તથા પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૨૪૪૧૮ કેસોનો નિકાલ થયેલ છે. આમ આજ રોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે તથા મોટી સંખ્‍યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્‍યમાં યોજાનાર લોક અદાલતોમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે.

વધુમાં સ્‍પેશ્‍યલ સીટીંગમાં કુલ ૫૦૩૫ કેસોનો નિકાલ થયો છે. આમ આજ રોજ લોક અદાલતના દિવસે કુલ ૩૬૫૪ પેન્‍ડીંગ કેસોનો તથા પ્રિ-લીટીગેશનના ૨૪૪૧૮ કેસો મળી કુલ ૩૩૧૦૭ કેસોનો નિકાલ થયેલ હતો. (૪.૭)

રવિવારે યોજાયેલ લોક અદાલતમાં ૧૩૦ કલેઇમ કેસોમાં ૭ કરોડનું વળતર મંજુર

વાહન અકસ્‍માત વળતરના ૧૩૦ ક્‍લેઇમ કેશોમાં કુલ ૭,૦૦,૦૦,૦૦૦નુ જંગી વળતર મંજૂર કરાયું હતું.

આજ રાજકોટ ખાતે લોકઅદાલતમાં કુલ ઘણા બધા ક્‍લેઇમ કેઇસો પુરા થયેલ હોય જેમા ૧૩૦ વાહન અકસ્‍માતના ક્‍લેઇમ કેશોમાં ૪૦ ગુજરનારના કેઇસોમાં તેમજ ૯૫ ઇજાના કેશોમાં ૭ માસથી ૧ર માસના ટુંકા ગાળામાં કુલ ૭,૦૦,૦૦,૦૦૦જેટલી વળતરની રકમ મંજુર કરવામાં આવેલ હોય છેલ્લા બે માસની આ ૧૩૦ ક્‍લેઇમ કેશોના વકીલશ્રીઓ શ્રી રવિન્‍દ્ર ડી. ગોહિલ તથા શ્‍યામ જે. ગોહિલે રાત-દીવસ એક કરીને,ખુબજ મહેનત કરી વીમાકા.માં રજુઆત કરી આ સાત કરોડ જેટલુ વળતર મંજુર કરાવેલ હોય આ તમામ કેઇસોમાં રાજકોટના સ્‍પેશ્‍યલ ક્‍લેઇમના સ્‍પેશ્‍યાલીસ્‍ટ વકીલશ્રી રવિન્‍દ્ર ડો. ગોહેલ, શ્‍યામ જે. ગોહિલ, હિરેન ગોહિલ, મૂદુલા ગોહિલ તથા મદદમાં શ્રી દીનેશ ડી. ગોહેલ, દીવ્‍યેશ કણઝારીયા, કિશન મારૂ તેમજ જતીન ગોહેલ વિ. રોકાયેલા હતા. (૨૨.૧૬)

રેલ્‍વે કર્મચારીના વાહન અકસ્‍માત મૃત્‍યુના કેસમાં ૯૫ લાખનું વળતર

રાજકોટ,તા. ૨૭ : રેલવે કર્મચારીના વાહન અકસ્‍માતમાં થયેલ મૃત્‍યુના કલેઇમ કેસમાં રેકોર્ડ બ્રેક પંચાણુ લાખનુ જંગી વળતર મંજુર કરાયું હતું.

આ અંગેની વિગત એવી છે દ્વારકાના કલ્‍યાણપુર તાલુકાના ગોક્‍લપર ગામના દલવાડી સમાજના સ્‍વ. નરશીભાઇ વિરજીભાઇ નકુમ કે જેઓ રેલવે ડીપાર્ટમેન્‍ટમાં બુકીંગ કલાર્ક તરીકે નોકરી કરતા હતા અને ૫૮,૫૦૦-૦૦ જેટલો માસીક પગાર કમાતા હતા અને તેઓ ગત તાઃ ૩૦-૩-૨૦૨૧ ના રોજ પોતાનુ મો.સા. ચલાવીને આવતા હતા અને રાણાવાવ ગામ પાસે પહોંચતા સામેથી એક ખુલ્લી જીપ નં. જી.જે.-રપ-યુ.-૫૧૫૫ ના ચાલકે પોતાની જીપ પુરપાટઝડપે,બેદરકારીપુર્વક ચલાવીને ગુજરનાર નરશીભાઇને હડફેટે લઇ તેનુ મોત નીપજાવેલ નરશીભાઇ રેલ્‍વેમાં નોકરી કરતા હોય અને સારો એવો પગાર કમાતા હતા આમ ઘરનો મેઇન વ્‍યકિતનું મરણ થવાથી તેમના વારસદારોને ગુજરનારની આવકની નુકશાની જાય તેમ હોય તેથી તેઓએ રાજકોટની કોર્ટમાં જંગી વળતર મેળવવા ક્‍લેઇમ કરેલ.

આ ક્‍લેઇમ કેસ લોકઅદાલતમાં મુકાતા અરજદારના વકીલશ્રીઓની જોરદાર રજુઆત કારણોસર વીમા કાુ. ૯૫,૦૦,૦૦૦ લાખ જેટલી રકમ ગુજરનારના વારસદારોને દેવા તૈયાર થઇ જતા આ કેશનો આજરોજ રાજકોટ ખાતે માત્ર ૧૨ માસના ટુંકા ગાળામાં નીકાલ . આવેલ હોય અને રાજકોટના એડીશ્નલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી એસ.વી.શર્માએ વીમાકા.ને ટુંક સમયમાંજ ગુજરનારર્નાં વારસદારોને રા. ૯૫,૦૦,૦૦૦ લાખ તાકીદે ચુકવવા હુકમ કરેલ હોય. આ કામમાં ગુજરનાર નરશીભાઇ નકુમના વારસદારો વતી રાજકોટના જાણીતા વકીલશ્રી શ્‍યામ જે. ગોહિલ,વકીલશ્રી રવિન્‍દ્ર ડી. ગોહિલ,વકીલશ્રી હિરેન ગોહિલ, વકિલશ્રી મૃદુલા ગોહિલ તથા મદદમાં શ્રી દીનેશ ડી. ગોહેલ, દીવ્‍યેશ કણઝારીયા, કિશન મારૂ તેમજ જતીન ગોહેલ વિ. રોકાયેલા હતા. 

(1:39 pm IST)