Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

આઈ.આઈ.ટી.ઈ.ની દબદબાભરી દશાબ્દિ,સ્થાપના દિને ૧૦૦૦૦ વૃક્ષોનું વાવેતર થશે

રાજકોટ, તા. ૨૭ :. આગામી ૩૦ જૂને આઈઆઈટીઈનો ૧૦મો  સ્થાપના દિવસ ઉજવાશે. ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજયુકેશન – આઈઆઈટીઈ) નવ વર્ષ પૂર્ણ કરીને ૩૦ જૂનના રોજ તેના દશાબ્દી વર્ષમાં પ્રવેશ કરશે. આ કાર્યક્રમમાં રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક પ્રો. અરુણ દવે ઉપસ્થિત રહેશે.

આઈઆઈટીઈના કુલપતી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક કૌશલ્યો અને ભારતીય મૂલ્યો સાથે ઘડાયેલા શિક્ષકો તૈયાર કરવાના વિચારને સાકાર કરવા માટે પ્રતિબદ્ઘ આઈઆઈટીઈના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યુનિવર્સિટીના સંકુલ તથા હોસ્ટેલમાં ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને કરવામાં આવશે.

(3:59 pm IST)