Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

થોરાળા પોલીસે ભુલી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ તા. ૨૭: થોરાળા પોલીસ મથકની પીસીઆર વેન-૦૫ અને ૦૬માં પીએસઆઇ એચ. બી. વડાવીયા, કોન્સ. અમરદિપસિંહ જાડેજા, ભરતભાઇ ડાભી, ટ્રાફિક બ્રિગેડ રોહિત વાંક, રાહુલ સિતાપરા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે સંત કબીર રોડ પર એ બાળકી ભુલી પડી ગઇ છે અને રડે છે. આથી પીસીઆર-૫ અને ૬ ત્યાં પહોંચી હતી. બાળકીની પુછતાછ કરતાં પોતાનું નામ ધ્રુવી મુકેશભાઇ મેઘાણી (ઉ.૬) જણાવ્યું હતું અને પોતે મયુરનગર-૬માં રહેતી હોવાનું કહેતાં પીસીઆર વેન મારફત બાળાને થોરાળા પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી અને તેણીએ જણાવેલા એડ્રેસ પર બીજી પીસીઆર પહોંચી હતી. ત્યાં તપાસ કરતાં તેણીના પિતા મુકેશભાઇ ખોડાભાઇ મેઘાણી મળી આવતાં બાળાને તેને સોંપવામાં આવી હતી. બાળકી રમતી-રમતી ઘરથી દૂર નીકળ્યા બાદ ભુલી પડી ગઇ હતી.

(3:22 pm IST)