Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સામાકાંઠે ૭ ભુતિયા નળ કનેકશન કપાત

વોર્ડ નં. ૪ અને ૧૬ માં ચેકીંગઃ ૩ નળ કનેકશન રેગ્યુલરાઇઝ કરાયા

રાજકોટ તા. ર૬: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આજે તા. ર૬ ઇસ્ટ ઝોનના વોર્ડ નં. ૪ માં સિધ્ધી વિનાયક પાર્કમાં અને વોર્ડ નં. ૧૬ માં દેવપરા, ૮૦ ફૂટ રોડ પરના વિસ્તારમાંથી પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન બન્ને વોર્ડમાં ૭ ભુતિયા નળ કનેકશન કપાત કર્યા અને ૩ કનેકશન રેગ્યુલરાઇઝ કર્યા હતા.

(3:33 pm IST)