Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રાજકોટના વેડીંગ ફિલ્મ મેકરને અમેરીકાનો પિપલ્સ ચોઇસ કેટેગરીનો એવોર્ડ એનાયત

રાજકોટ તા. ૨૭ : અમેરીકામાં યોજાયેલ ડીજીટલ પ્લેટફોર્મ પરની એક ફિલ્મ મેકર સ્પર્ધામાં રાજકોટની આર્ય વેડીંગ્સ ફિલ્મ્સને 'બેન્ડ બાજા બારાત' માટે પિપલ્સ ચોઇસ એવોર્ડ એનાયત થયેલ છે.

મયંક અને અંકિતાની આ વેડીંગ ફિલ્મના ઓનર જયદીપભાઇ ઝાલાડીએ જણાવેલ કે અમો છેલ્લા ચાર વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લેતા આવ્યા છીએ. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવવામાં ગુજરાતની કદાચ આ પહેલી વેડીંગ ફિલ્મ હશે કે જે પીપલ્સ ચોઇસ કેટેગરીમાં એવોર્ડ મેળવી લાવી છે. આ સફળતાથી અમો હર્ષ અનુભવીએ છીએ.  તેમ જયદીપ ઝાોલાડી (મો.૯૭૨૪૮ ૬૬૦૦૧) એ જણાવેલ છે.

(3:44 pm IST)