Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પૂ.ગીરીશચંદ્રજી મ.સા.નો ઋણ અદા કરવા શેઠ ઉપાશ્રયે રવિવારે રકતદાન કેમ્પ

૨૫૦ જેટલી રકતની બોટલ એકત્રીત થશેઃ વોલન્ટરી બ્લડ બેંકનો સહયોગ જૈન પ્રોગેસીવ ગ્રુપનું આયોજન

રાજકોટઃતા.૨૭, અહિંના શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે તા.૩૦ને રવિવારે જૈન પ્રોગેસીવ ગ્રુપ એવમ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એન્ડ રીસર્ચ સેન્ટરના સહકારથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ગાદીપતિ પૂ.શ્રી ગીરીશચંદ્રજી મ.સા. સ્મૃતિ ઉપલક્ષ તા.૩૦ને રવિવારના સવારે ૮:૩૦ થી ૨ સુધી ગુરૂઋણથી મુકત થવા માટે શ્રી શેઠ ઉપાશ્રય સ્થા. જૈન સંઘ પ્રસંગ હોલની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે જૈન પ્રોગેસીવ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે.

આ કેમ્પમાં ૧૮ થી ૬૫ વર્ષના કોઇપણ વ્યકિત કે જેનુ વજન ૪૫ કિ.ગ્રા. કે તેથી વધારે હોય તે જે વ્યકિતનું હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ કે તેથી વધારે હોય તે બ્લડ ડોનેશન કરનાર વ્યકિતને બ્લડ પ્રેશર કે ડાયાબીટીશની બીમારી ન હોય તે જ લોકો બ્લડ ડોનેટ કરી શકશે.

બ્લડ ડોેનેશન કેમ્પમાં જૈન પ્રોગેસીવ ગ્રુપ એકટીવ મેમ્બરો, હેમલભાઇ મહેતા, પ્રદિપભાઇ રમણીકલાલ ગોસલીયા, ઋષભભાઇ ચંદ્રકાંતભાઇ શેઠ જે કામદાર વિગેરેનો સહયોગ મળેલ છે. વ્યવસ્થાના ભાગરૂપે તથા વિવિધ માહિતી માટે મો. ૯૮૨૫૦ ૩૨૫૪૨ ઉપર સંપર્ક કરવો. શેઠ ઉપાશ્રયશ્રી ગાદીપતિ પૂ. ગુરૂદેવોની પાલખી યાત્રા નીકળેલી અને ત્રણ વર્ષ સુધી સતત તેમનો અલભ્ય લાભ મળેલો તેવા સરળ સ્વભાવી પૂ. ગુરૂદેવોનું ઋણ અદા કરવા આયોજન થયું છે. તસ્વીરમાં સર્વશ્રી દિનેશભાઇ ટીંબડીયા, જગદીશભાઇ ગોસલીયા, હસુભાઇ શાહ, જતીનભાઇ કોઠારી, વિજયભાઇ આશરા, ભાવિનભાઇ આશરા, અને પ્રતીકભાઇ મોદી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 pm IST)