Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જુના મોરબી રોડનો વિસ્તાર લીલોછમ બનશેઃ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ આગામી ચોમાસાની ઋતુમાં મહાનગર પાલીકા દ્વારા પર્યાવરણની વધુને વધુ જાળવણી માટે જુદા જુદા વિસ્તારોમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં. ૪માં બંગ્લોઝના અશ્વીનભાઇ સોરઠીયાના સહયોગથી સમર્પણ પાર્ટી પ્લોટથી જુના રોડ સુધી ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી ડે. મેયર અશ્વીનભાઇ મોલીયા તથા કોર્પોરેટર પરેશભાઇ પીપળીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં. ૪ના પ્રમુખ સંજયભાઇ ગોસ્વામી, મહામંત્રી સી.ટી.પટેલ તથા કાનાભાઇ ડંડૈયા, વોર્ડ અગ્રણીઓ અશ્વીનભાઇ સોરઠીયા (શ્રી બંગલોઝ) ભરતભાઇ લીંબસીયા, રસીકભાઇ પટેલ, ચંદુભાઇ ભંડેરી, મલ્કેશ પરમાર, હિરેન વાળા, અશ્વીનભાઇ સોરઠીયા, ખોડાભાઇ સોરઠીયા, યોગેશભાઇ સોરઠીયા, જીતુભાઇ ઢોલરીયા, અનીલભાઇ વેકરીયા, પ્રવીણભાઇ ભાગ્યા તથા મનોજભાઇ વેકરીયા, જયેશભાઇ દોંગા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:36 pm IST)