Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ગેરકાયદેસર સિકયુરીટી એજન્સી ચલાવતો કેતન ઝડપાયો

એસઓજીની ટીમે કેતન ઉર્ફે મુન્નોની ધરપકડ કરી

રાજકોટ તા. ર૭: ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ગેરકાયદેસર સીકયુરીટી એજન્સી ચલાવતા શખ્સને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર  અજયકુમાર ચૌધરીની સુચનાથી એસઓજીના પીઆઇ આર. વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. કે. ખાચર, હેડ કોન્સ. મોહીતસિંહ, રાજેશભાઇ ગીડા, ધર્મેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહીલ, ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ ગઢવી, બ્રીજરાજસિંહ ઝાલા, અનીલસિંહ ગોહિલ અને યુવરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ક્રિપાલસિંહ અને નરેન્દ્રભાઇને મળેલી બાતમીના આધારે ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં. પ/૧૦ના ખુણે 'ઓમ સિકયુરીટી એજન્સી'માં દરોડો પાડી લાયસન્સ વગર ગેરકાયદેસર સિકયુરીટી એજેન્સી ચલાવતા કેતન ઉર્ફે મુન્નો સુરેન્દ્રભાઇ રાઠોડ (ઉ.પ૧) (રહે. શ્રીકુલ એપાર્ટમેન્ટ પહેલા માળે) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)