Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાજકોટની 16 વર્ષીય HIV ગ્રસ્ત તરુણીનું પોલીસ બનવાનું સપનું સાકાર કરાયું

મહિલા પોલીસ સ્ટેશનમાં તરૂણીને પોલીસના યુનિફોર્મમાં પોલીસ ઇન્સ્પેક્ટ બનાવવામાં આવી

 

રાજકોટ :રાજકોટની એક 16 વર્ષની એચઆઇવી પોઝિટીવ  તરુણીનું પોલીસ અધિકારી બનવાનું સપનું સાકાર કરાયું હતું રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વીથ એચ.આઇ.વી. સંસ્થા દ્વારા તેમના સપનાને રાજકોટ પોલીસે પૂરૂ કર્યું છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં તરૂણીને પોલીસના યુનિફોર્મમાં પોલીસ ઇન્સ્પેક્ટ બનાવવામાં આવી હતી અને એક પીઆઇ તરીકે તરૂણીને ટ્રીટ કરી અને માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

    ડિસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લિવીંગ વિથ એચઆઇવી સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ પટેલે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી રજૂઆત કરી કે પોતાની સંસ્થામાં આશરે 5500 જેટલા એચઆઇવી પોઝિટીવ લોકો જોડાયેલા છે, જે પૈકી જન્મથી એચઆઇવી પોઝિટીવ ધરાવતી 16 વર્ષની એક દિકરીનું જીવન હવે થોડા વર્ષનું બાકી રહ્યું છે, પરંતુ તેની ઇચ્છા પોલીસ ઇન્સ્પેકટર બનવાની છે. રજૂઆત સાંભળી મનોજ અગ્રવાલે માટે મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલને જાણ કરી બાળાની ઇચ્છા પુરી કરવા તેને જરૂરી મદદ કરવાનું જણાવ્યું.

(12:29 am IST)
  • વૈજ્ઞાનિકોએ 'ગ્રીનલેન્ડ આઈસ - શીટ' નીચે ૫૦ જંગી છુપા તળાવો શોધી કાઢ્યા છે આ વિસ્તાર યુકેથી ૭ ગણો મોટો છે અને વૈશ્વિક સમુદ્રના લેવલને ઉંચુ કરવામાં મહત્વનો ભાગ ભજવી રહેલ છે access_time 5:46 pm IST

  • દિલ્હી સરકારને લપડાકઃ મેટ્રો ટ્રેનમાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીનો પ્રસ્તાવ કેન્દ્રએ રદ કર્યો : કેજરીવાલ સરકારને કેન્દ્રનો ફટકોઃ રાજ્ય સરકારના મેટ્રોમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરવા દેવાના પ્રસ્તાવને કેન્દ્રએ નામંજુર કર્યોઃ પ્રસ્તાવમાં ખામી હોવાનો કેન્દ્રનો દાવો access_time 3:20 pm IST

  • રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના ફેટ દીઠ રૂા.૨૦નો વધારો કર્યો હવેથી પ્રતિકિલો ફેટના રૂા.૭૦૦ પશુપાલકોને ચુકવાશે : ૮૩૦ મંડળીઓના ૬૫ હજાર પશુપાલકોને થશે લાભ access_time 6:28 pm IST