Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

કલીનર કમ જુનિયર ફાયરમેનની ભરતીની પ્રેકિટકલ પરીક્ષા ૩ થી ૬ જુલાઇ

રાજકોટ તા. ર૭ : મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ માટે વર્ગ-૪ની કલીનર કમ જુનીયર ફાયરમેનની ભરતી અંગે પ્રેકટીકલ ટેસ્ટ જે ''વાયુ'' વાવાઝોડાને કારણે પ્રથમ દિવસની ટેસ્ટ લઇ બાકીના દિવસોની ટેસ્ટ મુલત્વી રાખવામાં આવેલ હતી જે તા.૩ જુલાઇથી  ૬  જુલાઇ સુધી રાખવામા આવેલ છે. જે માટેના ઉમેદવારોના નામની તારીખવાર યાદી તેમજ પ્રેકટીકલ ટેસ્ટની વિગત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in ઉપર તથા રાજકોટ મહાનગરપાલિકા, મહેકમ શાખા, બીજો માળ, રૂમ નં. ૧ ઢેબરભાઇ રોડ ખાતે જોવા મળશે તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:31 pm IST)