Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

બહેનો માટે યોગ નિદર્શન-પ્રશિક્ષણ વર્ગ

 અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે મહિલાઓ અને શાળાના તરૂણ ભાઇ બહેનો માટે વિશેષ કરીને પછાત વિસ્તારમાં યોગ નિદર્શન તથા પ્રશિક્ષણનો કાર્યક્રમ ગોઠવાયો હતો. મહિલા પરીષદના પશ્ચિમ ક્ષેત્રના સંયોજક ડો.ભાવના જોશીપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પરિયોજના મુજબ પરીષદના સંકુલ સાથે સંકળાયેલ બહેનો અને સ્લમ વિસ્તારના બહેનોનું લક્ષ્યાંક જુથ બનાવી ૨૦ દિવસ સુધી સતત યોગ નિદર્શન અને પ્રશિક્ષણ અપાશે. લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખોત પ્રાચાર્ય શ્રીમતી રંજનબેન પોપટ અને ભરતસિંહ પરમારના સહકારથી તરૂણવયની વિદ્યાર્થીનીઓ માટે એક સામુહિક યોગવર્ગ ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત જામટાવર અને લક્ષ્મીવાડી ખાતે પણ આવો જ યોગ વર્ગ યોજવામાં આવેલ. યોગ પ્રશિક્ષક કાજલબેન જોશીએ નિઃશુલ્ક સેવા આપી હતી. સમગ્ર આયોજનમાં પરીષદના મંત્રી પ્રવિણભાઇ જોશી, આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડો. મૌલી ગણાત્રા, રમાબેન, મંજુબેન, શીતલબેન, જસવંતીબેન થાનવાણી, રીંપલબેન રૈયાણી, સાબીરાબેન બેલીમ, ઉષાબેન ચંદ્રવાડીયા, ઉર્વશીબેન ઉપાધ્યાય, અર્પણાબેન ત્રિવેદી, દયાબેન ગજેરાએ જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)