Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

એસકેપી અને પીએનબી સ્કુલમાં એનએસયુઆઇનું હલ્લાબોલઃ ફી વધારા મામલે વાલીઓને ન્યાય અપાવ્યો

રાજકોટઃ એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ આજથી ફી વધારા મામલે વાલીઓને ન્યાય અપાવવા માટે વાલીઓની ફરીયાદના આધારે સ્કુલો ઉપર હલ્લાબોલના કાર્યક્રમો શરૂ કર્યા છે. જે અંતર્ગત એસકેપી સ્કુલમાં આજે સવારે ૧૫૦ થી ૨૦૦ વાલીઓએ એકત્રીત થઇ અને ૧૮૦૦ રૂ.ના ફી વધારાનો વિરોધ દર્શાવ્યો હતો અને એનએસયુઆઇએના હોદેદારોને ફરીયાદ કરતા કોંગી અગ્રણીઓએ સ્કુલ ઉપર પહોંચી અને સ્કુલના સંચાલકોને ફી વધારો પાછો ખેંચવા અંગે ઉગ્ર રજુઆતો કરતા સંચાલકોએ સાંજ સુધીમાં ફી વધારો પાછો ખેંચવાની ખાત્રી આપતા મામલો થાળેે પડયો હતો. કોંગ્રેસના અગ્રણી રાજદીપસિંહ ના જણાવ્યા મુજબ આ સ્કુલના પાર્કીગમાં ં કલાસરૂમ પાર્ટીશન કરી અને ચલાવવામાં આવતા હોવાનું પણ જોવા મળ્યું હતું. આ સ્કુલે ફી નિર્ધારણ કમીટીમાં પણ જોડાણ નથી કર્યુ તેમ તેઓએ જણાવ્યું હતું. જયારે પીએનબી સ્કુલના સંચાલકોએ ફી નિર્ધારણ  કમીટીમાં જોડાણ કર્યુુ હોય તેઓ પાસેથી સોગંધનામાની કોપી લેવામાં આવી હતી. તસ્વીરમાં બંન્ને સ્કુલોમાં થયેલ હલ્લાબોલનો કાર્યક્રમ દર્શાય છે. આ કાર્યક્રમમાં  રાજદીપસિંહ  જાડેજા, નિતીન ભંડેરી, નિલેશભાઇ સોલંકી, ચેતનભાઇ, વિરલબેન રાઠોડ, હરપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૪)

(3:31 pm IST)