Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

દિવ્યાંગ બાળકો દ્વારા યોગાભ્યાસ

 વિશ્વ યોગ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકો માટે નિરાલી રીસોર્ટ ખાતે યોગાભ્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીરીરાજ હોસ્પિટલના ડો. મયંક ઠકકરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી બાળકોને યોગ દ્વારા સ્વાસ્થ્ય સંભાળની જાણકારી આપી હતી. એજ રીતે બ્રેન લાઇટ એકેડેમીના વિક્રમભાઇ બોરીચાએ બાળકોને બ્રેન ગેમ્સ રમાડી મનોરંજન સાથે જ્ઞાન પીરસ્યુ હતુ. આ કાર્યક્રમની સફળતા માટે મનિષભાઇ પટેલ, વકીલ પ્રકાશભાઇ ખંધેડીયા, શ્યામભાઇ બોદરની ભુમિકા મહત્વપૂર્ણ રહી હતી.  હીના ફાઉન્ડેશન એન્ટ ટીમે સોને બિરદાવ્યા હતા. તેમ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઇ દેસાઇ અને ધ્રુવ માંજરોલિયાની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)