Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મોરબી રોડ પરના જલાસાઇ પાર્કમાં કોળી પરિવારને સુતો રાખી ૯૯ હજારની ચોરી

રાજકોટ તા. ૨૭: મોરબી રોડ પરના વેલનાથપરામાં કોળી પરિવારને સુતો રાખી તસ્કરો ઘરમાંથી ૯૯ હજારની મત્તા ચોરી ગયા છે.

જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર વેલનાથપરા સામે જલા સાઇ પાર્કમાં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં ધર્મેશભાઇ ભીખુભાઇ ચારોલા (કોળી)ના ઘરમાં ચોરી થયાની જાણ થતાં પી.એસ.આઇ. સરવૈયા અને ટીમે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી ફરિયાદ નોંધી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ધર્મેશભાઇ અને તેના પરિવારના સભ્યો ભાડેથી રહે છે. રાત્રે પોતપોતાના રૂમમાં સુતા હતાં અને ભત્રીજા સહિત બે જણા અગાસીએ સુતા હતાં. ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હોઇ રાત્રીના સમયે તસ્કરો અંદર ઘુસી ગયા હતાં અને રોકડા રૂ. ૬૦ હજાર તથા દાગીના મળી કુલ ૯૯ હજારની મત્તા ચોરી ગયા હતાં. (૧૪.૯)

(3:26 pm IST)