Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

શહેરના ૧પ સ્થળોએ લેડીઝ માટે આધુનિક શૌચાલય બનાવાશેઃ પાની

મ્યુનિ. કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ

રાજકોટ તા. ર૭ :.. શહેરના ૧પ સ્થળોએ લેડીઝ માટે આધુનિક શૌચાલય બનાવવામાં આવનાર હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

આ અંગે મ્યુનિ. કમિશનરએ જણાવ્યુ હતું કે, શહેરના હોસ્પિટલ ચોક, બહુમાળી ભવન, રેલ્વે સ્ટેશન સામે, નાગરીક બેંક ચોક, ઢેબર રોડ, અખા ભગત ચોક, ભકિતનગર સ્ટેશન પાસે, સર્વેશ્વર ચોક, વોંકળા કાંઠે સેન્ટ્રલ બેંકની સામે, પરાબજાર, આનંદ બંગલા ચોક, ગુંદાવાડી, અટીકા ઇન્ડસ્ટ્રીઝ, અમરદીપ ફાઉન્ડ્રીની  બાજુમાં, અમરનાથ મંદિર, હસનવાડી, રામાપીર ચોકડી (હોકર્સ ઝોન અંદર) માધાપર ચોકડી, ટેલીફોન એક્ષચેન્જઘ ૧પ૦ ફુટ રીંગ રોડ (પાણીના  ટાંકા અંદર), સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર હોકર્સ ઝોનની અંદર, ઇન્દીરા સર્કલ (ઓવર બ્રીજ નીચે) ભગતસિંહ ગાર્ડન પાસે, કાલાવડ રોડ પાણીના ટાંકાની બાજુમાં, બાલાજી હોલની સામેનો રોડ, વીએસ.મોટર ગેરેજ સામે, બાપાસીતારામ ચોક, સોરઠીયા પાર્ક હોકર્સ ઝોન યુરીનલ પાસે, નાના મવા રોડ, ભીમનગર ચોક, મવડી ચોકડી (બ્રીજની નીચે), ગોંડલ રોડ, ચોકડી, મોરબી રોડ, જકાત નાકા, અમુલ ચોકડી, સહિતના સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યુ  છે. કુલ ૧પ સ્થળોએ લેડીઝ માટે આધુનિક શૌચાલય બનાવાશે. તેમ અંતમાં જણાવ્યું છે. (પ-ર૯)

(3:22 pm IST)