Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

કુવાડવામાં ઝૂપડાનું દબાણ હટાવવામાં ભાગ ભજવ્યાની શંકા પરથી પ્રોૈઢને ધમકી

ચંદુભાઇ લઢેરને ચતુર દેવીપૂજક અને તેની પત્નિએ છરી બતાવી

રાજકોટ તા. ૨૭: કુવાડવામાં ડિમોલીશનમાં ઝૂપડુ ગુમાવનાર દેવીપૂજક શખ્સે દબાણ હટાવાયું તેમાં પડોશી પ્રોૈઢે ભાગ ભજવ્યાની શંકા પરથી પોતાની પત્નિ સાથે મળી પ્રોૈઢને ગાળો દઇ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

કુવાડવાના પીએસઆઇ વી. પી. આહિરે  આ અંગે પાણીના ટાંકા પાસે ગેલમાતાના મંદિર પાસે રહેતાં ચંદુભાઇ જીલાભાઇ લઢેર (ઉ.૫૫)ની ફરિયાદ પરથી તેની બાજુમાં  જ રહેતાં ચતુર દાજીભાઇ દેવીપૂજક અને મંજુલા ચતુર દેવીપૂજક સામે ગુનો નોંધ્યો છે. થોડા સમય પહેલા ચતુરે પંચાયતની જગ્યામાં કરેલુ ગેરકાયદેસર દબાણ ડિમોલીશનમાં તોડી પડાયું હતું. આ મામલે ચંદુભાઇએ રજૂઆત કરી હોવાની શંકા પરથી ચતુરે પત્નિ સાથે મળી ગાળાગાળી કરી છરી બતાવી મારી નાંખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

(12:38 pm IST)